Gujarati News

Gujarati News

News of Monday, 26th November 2018

રાજકોટ જિલ્લામાં લોકસભાની ચૂંટણી માટે ૧૭નું મહેકમ મંજુર

રાજકોટ તા. ર૬ :.. રાજય સરકારે લોકસભાની ચૂંટણી અંતર્ગત રાજકોટ જિલ્લા માટે ર મામલતદાર, ૩ નાયબ મામલતદાર, ૧ કલાકે, ૭ ડેટા એન્ટ્રી ઓપરેટર, ૧ ડ્રાઇવર અને ૩ પટાવાળા સહિત ૧૭ સભ્યોનું મહેકમ મંજુર કર્યુ છે.

સામાન્ય વહીવટ વિભાગના પરિપત્રમાં જણાવાયુ છે કે લોકસભાની આગામી સામાન્ય ચૂંટણીઓ માહે મે-ર૦૧૯ સુધીમાં યોજવાની થશે. ચૂંટણીની પૂર્વ તૈયારી સમયબધ્ધ રીતે અને આયોજન પૂર્વક કરવાની રહે છે. ચૂંટણીની પૂર્વ તૈયારીમાં ફોટો સાથેની મતદાર યાદીઓ તૈયાર કરવી, મતદારોને ઓળખપત્રો પુરા પાડવા, મતદાન મથકોની સઘન ચકાસણી, ચૂંટણી સાહિત્ય તૈયાર કરવું. ચૂંટણી સામગ્રી મેળવવી, અન્ય રાજયોમાંથી ઇવીએમ-વીવીપીએટી મેળવવા, તેમનું પરીક્ષણ કરવું, ચૂંટણી સ્ટાફની નિમણુંક અને તાલીમ, કાયદો અને વ્યવસ્થાની સમીક્ષા ચૂંટણી અધિકારી-કર્મચારીઓની નિમણુંક અને તાલીમ જેવી કામગીરી, મતદારોમાં જાગૃતિ માટે કાર્યક્રમ અંતર્ગત કામગીરી, આદર્શ આચાર સંહિતાનો અમલ તથા ખર્ચની કામગીરી સહિત આગામી લોકસભાની સામાન્ય ચૂંટણીના સરળ સંચાલન માટે જિલ્લા કક્ષાએ વધારાની હંગામી જગાઓ ઉભી કરવાની બાબત વિચારણા હેઠળ હતી. પુખ્ત વિચારણાને અંતે હંગામી મહેકમ મંજૂર કરવામાં આવેલ છે. (પ-૧૧)

 

(11:47 am IST)