Gujarati News

Gujarati News

News of Tuesday, 26th October 2021

યુનિવર્સિટી રોડ-સામાકાંઠા વિસ્તારમાં ફુડ શાખાનું ચેકીંગઃ ર૪ કિલો અખાદ્ય ખોરાકનો નાશ

ઘીના ર તથા ડ્રાયફ્રુટના ર નમૂના લેવાયાઃ ૧૭ પૈકી ૧૧ ખાણી પીણીના વેપારીને ત્યાંની વાસી અને અખાદ્ય ચીજ વસ્તુઓ ઝડપાઇ

રાજકોટ, તા. ર૬ :  મનપાની ફૂડ શાખા દ્વારા જાહેર જન આરોગ્ય હિતાર્થે યુનિવર્સિટી રોડ, કુવાડવા રોડ, મોરબી બાયપાસ રોડ વિસ્તારમાં રેંકડી તથા દુકાનોમાં થતા ખાદ્યચીજોની ચકાસણી હાથ ધરવામાં આવેલ જેમાં પ્રિપેર્ડ ફુડનો ઉપયોગ થતો હોય, ૧૭ સ્થળોએ  ચકાસણી દરમ્યાન વાસી અને અખાદ્ય ૨૪ કિ.ગ્રા. ખાદ્યચીજનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો તેમજ ૪ સ્થળોએથી ર ઘી તથા ર ડ્રાયફ્રૂટના નમૂના લેવાયા હતા.

૪ નમુના લેવાયા

ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એકટ મુજબ નમૂના લેવામાં આવેલ આ જેમાં (૧) કાજુ (ડ્રાય ફ્રુટ લુઝ) સ્થળ : શ્રી ભાગ્યલક્ષ્મી સેલ્સ એજન્સી જુનુ માર્કેટીંગ યાર્ડ આર.ટી.ઓ. પાસે (૨) "Food Studio" roasted & salted pistachino (250 gm pkd) સ્થળૅં- શ્રી ભાગ્યલક્ષ્મી સેલ્સ એજન્સી જુનુ માર્કેટીંગ યાર્ડ આર.ટી.ઓ. પાસે (૩) અમુલ પ્યોર ઘી સ્થળૅં મોન્ટુ બિપીનભાઇ જોબનપુત્રા, દિવાનપરા, રાજકોટ  (૪) ગોપાલ પ્યોર ઘી  સ્થળૅં મોન્ટુ બિપીનભાઇ જોબનપુત્રા, દિવાનપરા, રાજકોટનો સમાવેશ થાય છે.

ર૪ કિલો અખાદ્ય ખોરાકનો નાશ

મહાનગરપાલિકાની ફુડ શાખા દ્વારા જાહેરજન આરોગ્ય હિતાર્થે યુનિવર્સિટી રોડ, કુવાડવા રોડ, મોરબી બાયપાસ રોડ વિસ્તારમાં રેંકડી તથા દુકાનોમાં થતા ખાદ્યચીજોની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં  ૧. GJ05 એગ વીલા યુનિવર્સિટી રોડ ૫ પેકેટ (અંદાજીત ૪.૫ કિ.ગ્રા. યુઝડ બાય ડેટ છાપેલ સિવાયની બ્રેડ), ૨. રાજખોડલ લાઇવ પફ એન્ડ બેકરી કુવાડવા રોડ, ડી માર્ટની સામે માંથી સોસ ૧ કિ.ગ્રા., ૩ રામદેવ ભેળ એન્ડ આઇસ્ક્રીમ કુવાડવા રોડ માંથી ચટણી ૧ કિ.ગ્રા., ૪. બજરંગ પાણીપુરી સેન્ટર કુવાડવા રોડ માંથી વાસી ખરાબ તીખુ પાણી ૪ લીટર, ૫. ન્યુ બજરંગ પાણીપુરી કુવાડવા રોડ માંથી વાસી ખરાબ તીખુ પાણી ૨ લીટર, ૭. જય માતાજી દાળપકવાન  સંતકબીર રોડ માંથી  ચટણી ૧ કિ.ગ્રા, ૮. ગોકુળ ગાંઠીયા સંતકબીર રોડ માંથી  ચટણી  ૧ કિ.ગ્રા. ના ૧૦. જલારામ ગાંઠીયા સંતકબીર રોડ,૯. શ્રી રામ પાણીપુરી  સંત કબીર રોડ માંથી   વાસી ખરાબ બટેટા ૩ કિ.ગ્રા.,૧૦. મહાકાળી પાણીપુરી  મોરબી બાયપાસ રોડ માંથી  વાસી ખરાબ તીખુ પાણી ૨ લીટર,૧૧. કે.જી.એન એગ્ઝ સેન્ટર મોરબી બાયપાસ રોડ માંથી  વાસી બ્રેડ ૨ પેકેટ, ૧ર.  શ્રી રામ મદ્રાસ ફાકે મોરબી બાયપાસ રોડ માંથી  વાસી ખરાબ બટેટા ૨ કિ.ગ્રા.નો નાશ કરવામાં આવ્યો હતો.

(4:22 pm IST)