Gujarati News

Gujarati News

News of Tuesday, 26th October 2021

મહેશ રાજપુતનો આજે જન્મદિનઃ અભિનંદનવર્ષા

૫૦માં જન્મદિને આગેવાનો કાર્યકરો દ્વારા કેક કાપી ઉજવણી

રાજકોટઃ શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ, કારડીયા રાજપૂત સમાજના પ્રમુખ તેમજ રાજનીતિ કી પાઠશાળાના રાષ્ટ્રીય પ્રમુખ શ્રી મહેશભાઈ રાજપૂતનો આજે ૫૦ મો જન્મદિવસ છે.   કારડીયા રાજપૂત સમાજના અગ્રણી મહેશભાઇ ડેલીગેટ - ગુજરાત  પ્રદેશ કોંગ્રેસ, ઇન્ચાર્જ  - સુરેન્દ્રનગર નગર પાલિકા, પૂર્વ પ્રમુખ - રાજકોટ શહેર કોગ્રેસ સમિતી, પૂર્વ મંત્રી - ગુજરાત પ્રદેશ કોંગ્રેસ, પૂર્વ પ્રમુખ - રાજકોટ  યુથ કોંગ્રેસ,  પૂર્વમહા મંત્રી - ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસ, પૂર્વ ઉપ પ્રમુખ - એન એસ યુ આઇ ગુજરાત પ્રદેશ  તેમજ  સામાજિક સંસ્થાઓ  રાષ્ટ્રીય પ્રમુખ - રાજનીતિ કિ પાઠશાળા ન્યુ દિલ્હી, પ્રમુખ  - રામનાથ પરા  કારડીયા રાજપૂત સેવા સમાજ ટ્રસ્ટ  રાજકોટ, પૂર્વ પ્રમુખ  - આવકાર  લાઇન્સ કલબ રાજકોટ, લાઇફ મેમ્બર – રેડ ક્રોસ અને લાઇફ મેમ્બર  - જોન્સ એમ્બ્યુલન્સમાં સેવા આપી રહયા છે.

મહેશભાઈ રાજપૂતના જન્મદિને  ભારત સરકારના પૂર્વ રેલ મંત્રી ભરતસિંહ સોલંકી, બાપુનગરના ધારાસભ્ય હિમતસિંહ પટેલ, ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિતભાઈ ચાવડા તેમજ ધારાસભ્ય વિક્રમભાઈ માડમ, કોંગ્રેસ સમિતિના પ્રમુખ અશોકભાઈ ડાંગર, કાર્યકારી પ્રમુખ પ્રદીપભાઈ ત્રિવેદી, મનપાના વિરોધપક્ષના નેતા ભાનુબેન સોરાણી, પ્રદેશ કોંગ્રેસ ઉપપ્રમુખ ડો. હેમાંગભાઈ વસાવડા, પૂર્વ કોર્પોરેટર ઘનશ્યામસિંહ જાડેજા, પ્રદેશ સોસીયલ મીડિયા વિભાગ કન્વીનર ભાર્ગવભાઈ પઢીયાર, એસ.સી. વિભાગ ચેરમેન નરેશભાઈ સાગઠીયા, ઓબીસી વિભાગ ચેરમેન હિમાલયરાજ રાજપૂત, હાર્દિકસિંહ રાજપૂત, પ્રતિક રાઠોડ, પ્રિન્સ ખુમાણ, ભરત પરમાર, તાહિર સૈયદ, મોહીન શાહમદાર, વિજય મુંધવા, રણજીત સોલંકી, વિશાલ સાગઠીયા, ઋત્વિક ઠાકોર, સંજયભાઈ ઠાકોર સહિતના આગેવાનો કાર્યકરો  મો.૯૮૨૪૪ ૦૮૦૦૪ ઉપર શુભેચ્છાનો ધોધ  વરસાવી રહયા છે.

(4:19 pm IST)