Gujarati News

Gujarati News

News of Tuesday, 26th October 2021

કોરોના વેકસીનના ડોઝનો આંકડો ૧૦૦ કરોડે પહોંચતા ભાજપ યુવા મોરચાએ ખુશાલી શેર કરી

રાજકોટ : કોરોના કાળમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા સમગ્ર દેશમાં વેકસીનેશન કામગીરીને વેગવંતી બનાવીને કોરોનાને ડામવા મહદઅંગે સફળતા મેળવી છે. ત્યારે તાજેતરમાં તા. ૨૧ ઓકટોબરે દેશે ૧૦૦ કરોડ રસીના ડોઝનું લક્ષ્ય પ્રાપ્ત કર્યું છે. ત્યારે પ્રદેશ ભાજપ યુવા મોરચાના પ્રમુખ પ્રશાંતભાઇ કોરાટ, પ્રદેશ ભાજપ યુવા મોરચાના મંત્રી જય શાહની ઉપસ્થિતીમાં શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ શહેર ભાજપ યુવા મોરચા દ્વારા નરેન્દ્રભાઇ મોદીને અભિનંદન આપતા કાર્યક્રમ યોજાયો હતો. આ તકે શહેર ભાજપ યુવા મોરચાના અગ્રણી પૃથ્વીરાજસિંહ વાળા, હીરેન રાવલ, તેમજ અમીત બોરીચા, પુર્વેશ ભટ્ટ, વ્યોમ વ્યાસ, પાર્થરાજ ચૌહાણ, શૈલેષ હાપલીયા, ગૌરવ મહેતા, દર્શન પંડ્યા, જયકીશન ઝાલા, જયરાજસિંહ જાડેજા, ભાગવત શર્મા, જય દવે, અભય ઠોઠા, દીગ્વિજયસિંહ જેઠવા, સહદેવ ડોડીયા, દેવકરણ જોગરાણાઘ ધવલ માણેક, જય શાહ, હાર્દિક કુંગશીયા, તેજશ પ્રજાપતી, જયેશ ભાનુશાળી, કુલદીપસિંહ જાડેજા, અંકીત દુધાગ્રા, મૌલીક પરમાર, નાગજી રાદડીયા, રાકેશ રાદડીયા, જયેશ કુંભારવાડીયા, દેવ ગજેરા, પ્રતિક શાહ, જયપાલ ચાવડા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

(4:14 pm IST)