Gujarati News

Gujarati News

News of Tuesday, 26th October 2021

મ.ન.પા.માં OTP-ટોલ ફ્રી નંબરની સેવાના ૧ માસમાં ૨૮ હજાર ફરિયાદો નોંધાઇ : ૯૩ ટકા નિકાલ

પિન આધારિત ફરિયાદ નિવારણ સેવા તેમજ ટોલ ફ્રી નં. ૧૮૦૦-૧૨૩-૧૯૭૩ની સેવાને લોકો દ્વારા ખૂબ જ બહોળો પ્રતિસાદ સાપડ્યો : પુષ્કર પટેલ

રાજકોટ,તા.૨૬:  મહાનગરપાલિકાની પિન આધારિત ફરિયાદ નિવારણ સેવા તેમજ ટોલ ફ્રી નં.૧૮૦૦-૧૨૩-૧૯૯૩નો શુભારંભ આશરે ૧ મહિના પહેલા કરવામાં આવેલ. શહેરીજનોની સુખાકારી માટેની અને ફરિયાદોના ફીડબેકની સુવિધા સભર આ સેવાનો લોકો દ્વારા લેવામાં આવેલ લાભ અને મહાનગરપાલિકા દ્વારા તે પરત્વે કરવામાં આવેલ કાર્યવાહીની માહિતી આપતા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કર પટેલ જણાવે છે કે ગત તા.૨૩ના રોજ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ સેવાનો શુભારંભ કરવામાં આવ્યો હતો.

વધુમાં શ્રી પુષ્કર પટેલે જણાવ્યું હતુ કે, આજ દિન સુધીમાં રાજકોટ મહાનગરપાલિકાના જુદા જુદા ૨૯ વિભાગોની લગભગ ૨૭,૯૫૧ ફરિયાદો રજિસ્ટર થઈ છે તે પૈકી ૨૬,૦૭૪ ફરિયાદોનો નિકાલ કરવામાં આવેલ છે. આ ફરિયાદો પૈકી ૧૦,૨૦૧ ફરિયાદો ડ્રેનેજ ચોકઅપ અને ઓવરફ્લો અંગેની, ૬,૨૭૪ ફરિયાદો રોશની અંગેની ૩,૬૬૮ ફરિયાદો સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ અંગેની,૨,૭૯૫ ફરિયાદો પાણી-પુરવઠા અંગેની ૧,૫૧૬ ફરિયાદ બાંધકામ અંગેની આવેલ હતી. આ ફરિયાદો પૈકી લગભગ ૯૩્રુફરિયાદોનો નિકાલ થઇ ગયેલ છે હાલમાં લેવલ ૧ થી ૪ ના અધિકારીઓ પાસે કુલ ૧૮૭૭ ફરિયાદો પેન્ડીંગ છે. આમ એકંદર જોતા લોકો દ્વારા આ સેવાનો ખૂબ બહોળા પ્રમાણમાં લાભ લેવામાં આવેલ છે તેમજ રાજકોટ મહાનગરપાલિકાના તંત્ર દ્વારા ફરિયાદોનો યોગ્ય નિકાલ પણ કરવામાં આવેલ છે.

(4:14 pm IST)