Gujarati News

Gujarati News

News of Tuesday, 26th October 2021

NSUI દ્વારા પોલીસના ગ્રેડ બાબતે રેલી : કલેકટર કચેરીએ દેખાવો : ૧૦ ની અટકાયત : કલેકટરને આવેદન

રાજકોટ : આજે NSUI રાજકોટ એકમે શાંતિપૂર્ણ રેલી કાઢી કલેકટર કચેરીએ રાજયના પોલીસ જવાનોની પગારના મામૂલી ગ્રેડ બાબતે દેખાવો યોજયા હતા. ઉગ્ર સૂત્રોચ્ચાર કરી કચેરી ગજવી મૂકી હતી, અને એડી. કલેકટરને આવેદન પાઠવ્યું હતું, આવેદનમાં ખડે પગે દિવસ રાત ભર બપોરે કડકડતી ઠંડીમાં વરસતા વરસાદમાં જનતાની સેવા કરતા ગુજરાત પોલીસ કર્મીઓના ગ્રેડમાં વધારો કરવા, કંડકટરના ગ્રેડ વધ્યા તો પોલીસના કેમ  નહિ, પોલીસ ન્યાય માંગી રહી છે, પોલીસને અમારૂ સમર્થન છે, સહિતની બાબતે વિસ્તૃત રજુઆતો કરાઇ હતી, તસ્વીરમાં એડી. કલેકટરને આવેદન-પાઠવતા NSUI ના આગેવાનો નજરે પડે છે, પોલીસે ૧૦ કાર્યકરોની અટકાયત કરી હતી, રજુઆતમાં આગેવાનો રોહિતસિંહ રાજપૂત, અભિરાજ તલાટીયા, મીત પટેલ, પાર્થ બગડા, જીત  સોની, સાર્ર્થક રાઠોડ યશ ભિંડોરા સહિત મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા. (તસ્વીર : સંદિપ બગથરીયા)

(4:13 pm IST)