Gujarati News

Gujarati News

News of Tuesday, 26th October 2021

ચેક રિટર્નના કેસમાં હરિઓમ ફર્નીચરના પ્રોપરાઇટરને ત્રણ માસની સજા અને ૬૦ દિવસમાં રકમ ચુકવવા આદેશ

રાજકોટ તા. ર૬: રાજકોટના યુવક વિરુદ્ધ રાજકોટના રહેવાસી જલારામ ફર્નિચરના પ્રોપરાઇટર, વિમલભાઇ ચંદુભાઇ તન્નાએ રાજકોટની કોર્ટમાં નેગોશિયેબલ ઇન્સ્ટ્રુ્રુમેન્ટ એકટ હેઠળ દાખલ કરેલ ફરીયાદના કેસમાં રાજકોટની કોર્ટમાં આરોપી હરિઓમ ફર્નિચરના પ્રોપરાઇટર, વિજયભાઇ ધીરૂભાઇ ઓડેદરાને ત્રણ માસની સજાનો હુકમ ફરમાવેલ છે.

આ કેસની ટુંકમાં વિગત એવી છે કે, રાજકોટમાં વિમલભાઇ ચંદુભાઇ તન્ના, જલારામ ફર્નિચરના નામથી ફર્નિચરને લગતી તથા ઘરવખરીને લગતી ચીજવસ્તુઓનું વેચાણ કરે છે. આરોપી વિજભાઇ ધીરૂભાઇ ઓડેદરાને ફર્નિચર તથા ઘરવખરીને લગતી વસ્તુઓ ખરીદવાની હોય જેથી આરોપીએ ફરીયાદીનો સંપર્ક કરેલ અને ફરિયાદીની ફર્નિચરની દુકાનમાંથી રૂ. ૩૬,૧૦૮/- અંકે રૂપિયા છત્રીસ હજાર એકસો છ પુરાનો માલ લીધેલ. જે રકમની ફરિયાદી વિમલભાઇ ચંદુભાઇ તન્નાને આરોપી વિજયભાઇ ધીરુભાઇ ઓડેદરા પાસેથી માંગણી કરતા, આરોપી વિજયભાઇ ધીરુભાઇ ઓડેદરાએ ફરિયાદી વિમલભાઇ ચંદુભાઇ તન્નાને તા. ૧૩/૦૮/ર૦૧૮ના રોજ રૂ. ૩૬,૧૦૦/- અંકે રૂપિયા છત્રીસ હજાર એકસો છ પુરાનો ચેક આપેલ. જે ચેક ''ફંડસ ઇનસફીશીયન્ટ''ના સેરા સાથે પરત ફરતા, તેમજ કાનૂની નોટિસ પાઠવવા છતાં તે ચેક મુજબની રકમની ચૂકવણી ન કરતા ફરિયાદી વિમલભાઇ ચંદુભાઇ તન્નાએ વિજયભાઇ ધીરુભાઇ ઓડેદરા વિરોધ રાજકોટની કોર્ટમાં નેગોશિયેબલ ઇન્સ્ટ્રુ્રુમેન્ટ એકટની કલમ-૧૩૮ હેઠળ ફરિયાદ દાખલ કરેલ.

ત્યારબાદ સદરહું કેસમાં ફરિયાદ પક્ષે પુરાવો પુરો થયા બાદ કેસ દલીલ ઉપર આવતા ફરિયાદીના એડવોકેટ મલ્હાર સોનપાલએ સુપ્રિમ કોર્ટ તથા અલગ-અલગ વડી અદાલતોના ચુકાદાઓ રજૂ કરી ફરીયાદીએ પોતાનું કાયદેસરનું લેણું સાબિત કરેલ હોય તેમજ બચાવ પક્ષે ફરિયાદીના મૌખિક તેમજ દસ્તાવેજી પુરાવાનો ખંડનાત્મક પુરાવો રજુ રાખી શકેલ ન હોય તે ધ્યાને લઇ આરોપીને સજા કરવા રજુઆત કરેલ.

ત્યારબાદ ફરિયાદ પક્ષે થયેલ રજુઆત ધ્યાને લઇ રાજકોટના એડી. ચીફ જયુ. મેજી.શ્રીએ આરોપી વિજયભાઇ ધીરૂભાઇ ઓડેદરાને દોષિત ઠેરાવી ત્રણ માસની કેદની સજા તથા ચેકની રકમ ફરિયાદીને ૬૦-દિવસની અંદર ચૂકવી આપવા હુકમ કરેલ છે તથા જો આરોપી ફરિયાદીને ૬૦ દિવસની અંદર રકમ ન ચૂકવે તો વધુ બે માસની કેદની સજાનો હુકમ ફરમાવેલ છે.

આ કામમાં ફરિયાદી વતી રાજકોટના ધારાશાસ્ત્રીઓ મલ્હાર કમલેશભાઇ સોનપાલ તથા કોમલ કોટક રોકાયેલા હતાં.

(3:08 pm IST)