Gujarati News

Gujarati News

News of Tuesday, 26th October 2021

ડીસ્ટ્રીકટ જજની ભરતી માટેની પરીક્ષામાં ૭૭ ઉર્તિણ : રાજકોટના પાંચ વકીલોનો સમાવેશ

રાજકોટ, તા. ર૬ : હાઇકોર્ટ દ્વારા તા.૨૪-૦૭-૨૦૨૧ના રોજ વકિલોમાંથી ૨પ ટકા ડાયરેકટ ડિસ્ટ્રીકટ જજ માટેની ભરતી માટેની આપેલ જાહેરાત સંદર્ભમાં દેશભરમાંથી આશરે ૧૪૫૦ જેટલા વકિલોએ પ્રાથમિક પરિક્ષા આપેલ હતી. તે પરિક્ષાનું પરિણામ હાઇકોર્ટ દ્વારા ગઇકાલે જાહેર કરવામાં આવેલ છે તેમાં દેશભરમાંથી કુલ ૭૭ વકિલોને ઉર્તિણ થયેલ જાહેર કરેલ છે. તેમાં  રાજકોટમાંથી નરેન્દ્રસિંહ આર.  જાડેજા, ધર્મેશભાઇ ચોકસી, ધર્મેન્દ્ર પાટડીયા, રીગલ કથિરીયા અને મહેશ મગરા આ પરિક્ષામાં ઉર્તિણ થયેલ છે.

નરેન્દ્રસિંહ આર. જાડેજા તથા ધર્મેશ વાય. ચોકસીએ રાજકોટના સિનિયર વકિલ  આર. એમ. વારોતરિયા, ધર્મેન્દ્ર પાટડીયા સ્વ.સી. એચ. ભિમાણી અને હાલ તેમના પુત્ર દિપકભાઇ ભીમાણી સાથે, રીગલ કથિરીયા વકિલાત સાથે સરદારધામ ટ્રેનિંગ સેન્ટર, રાજકોટ ખાતે સેવા આપે છે તેમજ મહેશ મગરા કોટડાસાંગાણી ખાતે રહી પ્રેકટીસ કરે છે અને આ તમામ વકિલો ખુબ મહેનતું અને ઉમદા વ્યકિતત્વ ધરાવે છે. હવે પછી હાઇકોર્ટ દ્વારા આગામી લેખિત પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવશે.

(3:08 pm IST)