Gujarati News

Gujarati News

News of Tuesday, 26th October 2021

કૃષ્ણનગર મેઇન રોડથી આનંદબંગલા ચોક-ગોકુલધામ આવાસ યોજના સુધી ૮૫ લાખના ખર્ચે પેવર રોડ કામનો પ્રારંભ : ગોવિંદભાઇ પટેલના હસ્તે ખાતમુહૂર્ત

રાજકોટ : શહેરના વોર્ડ નં.૧૩માં ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલની ગ્રાન્ટમાંથી કૃષ્ણનગર મેઈનરોડ થી આનંદ બંગલાચોક, ગોકુલધામ આવાસ યોજના સુધી    રૂપિયા ૮૫-લાખના ખર્ચે પેવર રોડનું ખાતમુહુર્ત કરતા ધારાસભ્યશ્રી ગોવિંદભાઈ પટેલ    આ કાર્યક્રમમાં વોર્ડ નં.૧૩ના શાસક પક્ષના દંડક સુરેન્દ્રસિંહ વાળા, રોશની સમિતિના ચેરમેન જયાબેન ડાંગર, સ્ટેન્ડિંગ કમીટીના સભ્ય નીતિન રામાણી, કોર્પોરેટર સોનલબેન સેલારા, શહેર ભાજપમંત્રી દિવ્યરાજસિંહ ગોહિલ, પૂર્વ કોર્પોરેટર હરિભાઈ ડાંગર, વોર્ડ પ્રમુખ કેતનભાઈ વાછાણી, વોર્ડ મહામંત્રી ધીરૂભાઈ તળાવીયા, હસુભાઈ ચોવટિયા, સુખદેવસિંહ વાળા, જીતુભાઈ સેલારા, શૈલેશભાઈ ડાંગર, ભરતભાઈ બોરીચા, દિવ્યેશભાઈ પીપળીયા, નારણભાઈ બોરીચા, પ્રવિણભાઈ રાઠોડ, અમિતભાઈ જાવીયા, નિરવભાઈ રાયચુરા, ઉદયભાઈ ભટ્ટ, વિમલભાઈ ડાંગર, મંગળાબેન સોઢા, નયનાબેન ગોહેલ, જીતુભાઈ સેલારા તેમજ સ્વામીનારાયણ ચોકના વેપારીઓ તથા લતાવાસીઓ ઉપસ્થિત રહ્યાં હતા આ પેવર બ્લોકનું ખાતમુહુર્ત થતા હર્ષની લાગણી પ્રસરી હતી.

(3:03 pm IST)