Gujarati News

Gujarati News

News of Monday, 26th October 2020

અતિવૃષ્ટિને કારણે મગફળીની કવોલીટીની અંદર ઘણો ફર્ક આવશે : ઉતારો નીચો રહેશે : કિસાન સંધ

રાજકોટ યાર્ડ સહિતના કેન્દ્રો ઉપર કિસાન સંઘ દોડી ગયું : ઉતારામાં ૫ ટકાનો ઘટાડો કરો

ભારતીય કિસાન સંઘે રાજકોટ માર્કેટ યાર્ડ ખાતે મગફળી ખરીદી કેન્દ્ર ખાતે દોડી જઇ ઉતારામાં ૫ ટકાના ઘટાડાની માંગણી કરી હતી

રાજકોટ,તા. ૨૬: આજે ગુજરાતની અંદર મગફળીની ખરીદી ટેકાના ભાવમાં શરૂઆતનો પહેલો દિવસ છે .

ભારતીય કિસાન સંઘ રાજકોટ જીલ્લો રાજકોટ તાલુકાના પડધરી તાલુકાના લોધિકા તાલુકાના ખરીદ કેન્દ્રોની મુલાકાત લીધી. ખેડૂતોને પડતી મુશ્કેલીઓ ખાસ તો ઉતારા નો પ્રશ્ન છે .પરંતુ ખેડૂતોને હાજર બજારની અંદર મગફળીના ભાવ સારા મળવાના હિસાબે ટેકાના ભાવે ખરીદી માં ૧૦થી ૧૫ ટકા ખેડૂતો માલ લઈને આવેલા છે

આ વર્ષે અતિવૃષ્ટિને હિસાબે ચોમાસાના અંતર લગી વરસાદ પડવાના કારણે મગફળીની કોલેટીની અંદર ઘણો ફરક પડેલ છે ખેડૂતોનો ઉતારો નીચો આવવાનો છે નબળી મગફળીના કારણે મગફળીનો ઉતારો પણ બહુ ફરક પડશે સરકારે આ વસ્તુને ધ્યાનમાં લઈને ખેડૂતોને મદદ કરવી હોય તો ઉતારાની અંદર પાંચ ટકાનો ઘટાડો કરે તો જ ખેડૂતોને યોગ્ય મદદ મળશે.

(2:45 pm IST)