Gujarati News

Gujarati News

News of Saturday, 26th October 2019

ગુજરાત દિપોત્સ્વી અંકનું પ્રકાશન

માહિતી ખાતા દ્વારા સંશોધન ચિંતનાત્મક, લેખો, નવલિકા, કવિતા, સહિતની માહિતીનો ઢગલાબંધ ખજાનો

રાજકોટ : રાજય સરકારનાં માહિતી ખાતા દ્વારા પ્રતિ વર્ષે દિપાવલી પૂર્વે ગુજરાત દિપોત્સવી અંક પ્રસિધ્ધ કરવામાં આવે છે. દિવાળી વિશેષાંક વાંચન-વૈવિધ્યથી ભરપુર હોય છે. સંશોધન લેખો, ચિંતનાત્મક લેખો, નવલિકા, કવિતા, ચિત્રો અને તસવીરો સાથે, એમાં પ્રચુર વાંચન સામગ્રી હોય છે. જે માત્ર વાંચન માટે જ નહીં, સંદર્ભગ્રંથની પણ ગરજ સારે છે. વિક્રમ સંવત ર૦૭પ માં પણ માહિતી ખાતાએ આ ઉપક્રમ પ્રસિધ્ધ કર્યો છે.

આ દીપોત્સવી અંકમાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ શુભેચ્છા સંદેશ પાઠવતા જણાવ્યુ છે કે આપણા તહેવારો, આપણી વિશિષ્ટ સાંસ્કૃતિક વિચારધારાની ઘરોહર છે. ગુજરાતના પનોતા પુત્ર શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં આજે ભારતે આગવી અને અનોખી ઢબે વિકાસ, શૌર્ય અને સાહસિકતાનો પરીચય સમસ્ત વિશ્વ ને કરાવ્યો  છે જયારે માહીતી અને પ્રસારણ વિભાગના સચીવ અશ્વીનીકુમાર તથા માહીતી નિયામક અશોક કાલરીયાએ પણ દીપોત્સવી અંકમાં પોતાના વિચારો રજુ કર્યા છે.

આ દીપોત્સવી અંકમાં ગુણવંત શાહ ડો.વિષ્ણુ પંડયા, બળવંત જાની, ડો.કુમારપાળ દેસાઇ, દેવેન્દ્ર પટેલ, જય વસાવડા, સહીત અનેક જાણીતા તથા નવોદીતોના લેખો, વાર્તાઓ, કવિતાઓ પ્રસિધ્ધ કરવામાં આવી છે.

આ દીપોત્સવી અંકના તંત્રી અશોક કાલરીયા, સહતંત્રી અરવિંદ પટેલ, સંપાદક પુલક ત્રિવેદી, ઉપ સંપાદક જગદીશ આચાર્ય, સહ સંપાદક મનીષા વાઘેલા, બેલા મહેતા છે આ અંકની કિંંમત રૂ. ૪૦ છે.

પ્રાપ્તી સ્થાન વિતરણ વ્યવસ્થા

ઇશ્વર ઠાકોર, જયેશ દવે, હસમુખ પટેલ, કીર્તી પરમાર, જે.બી.મુનીયા, પ્રકાશન શાખા-ગાંધીનગર તથા જીલ્લા માહીતી કચેરીઓ.

પ્રાદેશીક માહીતી કચેરી, રાજકોટ, જયુબેલી બાગ ફોન નં. ૦૨૮૧ રરર૩ર૬૪ અથવા રર૩ર૦૧ર ઉપર સંપર્ક કરવા રાજકોટ સંયુકત માહીતી નિયામકશ્રીની યાદીમાં જણાવાયું છે.

પુસ્તક પરિચય : ધન્વી-માહી

(11:35 am IST)