Gujarati News

Gujarati News

News of Tuesday, 26th September 2023

સરકારના ૧૦ ટકાના પરિપત્ર મુજબ આ વખતે શાષાી મેદાન તથા ચૌધરી હાઇસ્‍કૂલના ભાડામાં રૂા. ૧૪૬૮નો વધારો

શાષાી મેદાન આખા મેદાનનું ભાડું ૧ દિવસનું ૧પ૬૯પ થઇ ગયું... પહેલા ૧૪ર૬૮ હતું: ૧ મહિનો ભાડે જોઇતું હોય તો કલેકટર પાસે સતાઃ ૧ મહિના ઉપર માટે ગાંધીનગરથી મંજૂરી જરૂરી

રાજકોટ તા. ર૬: શહેરના બે સરકારી અને કલેકટર હસ્‍તક એટલે કે કલેકટરની માલીકીના રહેલા બે મસમોટા મેદાન શાષાી મેદાન અને ચૌધરી હાઇસ્‍કૂલના મેદાનો આ વર્ષે મોંઘા બની ગયા છે, સરકારનો ર૦૧૦નો એક મહત્‍વનો પરિપત્ર છે કે શાષાી મેદાન અને ચૌધરી હાઇસ્‍કૂલનું મેદાન કે જે બંને કલેકટર હસ્‍તક રહેલા છે તેમાં દર વર્ષે ૧ લી એપ્રિલથી ૧૦ ટકાનો ૧ દિ'નો ભાડા વધારો ઝીંકી દેવો.

આ પરિપત્ર બાદ આ વર્ષે શાષાી મેદાન-ચૌધરી હાઇસ્‍કૂલ બંને મેદાનો મોંઘા બની ગયા છે, આ વખતે આ બંને મેદાનના ભાડામાં ૧૦ ટકાના પરિપત્ર મુજબ આખા મેદાનનું ૧ દિવસનું ભાડું રૂા. ૧પ૬૯પ થયું છે, કલેકટર કચેરીના અધીકારી સુત્રોના ઉમેર્યા પ્રમાણે ગયા વખતે  ૧ દિ'નું આખા મેદાનનું ભાડું રૂા. ૧૪ર૬૮ હતું, તે આ વર્ષથી ૧પ૬૯પ થઇ ગયું છે.

અધિકારી સુત્રોએ ઉમેર્યું હતું કે પરિપત્રમાં એવી પણ સુચના છે કે ર હજાર મીટરથી વધુ મેદાન કોઇ પાર્ટી માંગે તો આખા મેદાનનું ભાડું વસુલવું, શાષાી મેદાન ૩પ હજાર ચો. મીટર ધરાવે છે.

ભાવો મુજબ જો કોઇ ૧ હજાર મીટર મેદાન ભાડે માંગે તો ૧ દિવસના રૂા. ૭૮૪૯, તથા ૧ હજારથી ઓછું મેદાન ભાડે માંગે તો ૧ દિવસના રૂા. ૩૧૬૮ ચુકવવા પડશે.

અત્રે એ પણ ઉમેરવું જરૂરી કે ડી.એચ. કોલેજનું મેદાન પણ કલેકટર હસ્‍તકનું છે, પરંતુ તેને ભાડે આપવાની પ્રક્રિયા શિક્ષણ ખાતું કરી રહ્યું હોય, ભાડું શિક્ષણ ખાતું વસુલે છે.

નોંધનીય છે કે ઉપરોકત શાષાી મેદાન અને ચૌધરી હાઇસ્‍કૂલ બંને મેદાનો જો કોઇ પાર્ટીને ૧ મહિના માટે જોઇતા હોય તો કલેકટર પાસે સતા છે, પરંતુ ૧ મહિનાથી વધુ મેદાન ભાડે જોઇતું હોય તો ગાંધીનગર રાજય સરકારની મંજૂરી લેવી ફરજીયાત છે, આ સુચના જે હોય તે પણ આ વખતે મેદાન ભાડામાં રૂા. ૧૪૬૮નો વધારાએ મેદાન બુક કરનાર આયોજકોમાં સીસકારા બોલાવી દીધા છે, તે પણ હકીકત છે.

(5:27 pm IST)