Gujarati News

Gujarati News

News of Tuesday, 26th September 2023

રાત્રે જંકશન પ્‍લોટમાં શિવજીની ઝાંખીનો કાર્યક્રમ

રાજકોટ તા. ર૬ :.. જંકશન પ્‍લોટ ૧૩-અ શેરીમાં ઓમકાર ગ્રુપ દ્વારા છેલ્લા ૧૧ વર્ષથી ભવ્‍ય રીતે ગણપતી ઉત્‍સવ લતાવાસીઓ સાથે મળીને ઉજવે છે.ઓમકાર ગ્રુપ દ્વારા આયોજીત આ વર્ષે ગણપતિ ઉત્‍સવમાં તા. ર૬ ને મંગળવારે રાત્રે ૧૦ કલાકે ‘શિવજીની ઝાંખી' હોલી ખેલે મસાને મેં કાર્યક્રમ રજૂ કરવામાં આવશે. રંગોળી કાર ડો. પ્રદીપ દવે દ્વારા અભિનીત, દિગ્‍દર્શીત, કોરીયોગ્રાફી, મેકઅપ વગેરે ૧૧ કલાકાર દ્વારા ટૂંકા સમય ગાળામાં તૈયાર કરવામાં આવેલ. આ શિવજીની ઝાંખીના દર્શનનો લાભ લેવા ઓમકાર ગ્રુપ જંકશન પ્‍લોટ ૧૩-અ રાજકોટ દ્વારા નિમંત્રણ છે

(5:44 pm IST)