Gujarati News

Gujarati News

News of Tuesday, 26th September 2023

ઝુપડપટ્ટી કા રાજા ગણેશ ઉત્‍સવ

વિજયવન હનુમાનજી મંદિર ગ્રુપ તેમજ સમર્પણ યંગ દ્વારા ‘ઝુપડપટ્ટી કા રાજા' ગણેશ મહોત્‍સવમાં ધો. ૧ થી ૮ તેમજ ૯ થી ૧૦ના વિદ્યાર્થીઓ માટે રંગપૂરણી હરિફાઇ રાખવામાં આવેલ હતી. આશરે ૨૦૦ વિદ્યાર્થીઓ ભાગ લીધેલ. કાર્યક્રમને સફળ બનાવવા વિજયભાઇ હનુમાનજી ગ્રુપ મહેશભાઇ મિયાત્રા તેમજ દેશુરભાઇ ગોગરા, દેવાયતભાઇ ખાંભરા, કુલદીપભાઇ બાવાજી, સમર્પણ યંગ ગ્રુપના વિનોદભાઇ ચોટલીયા તેમનું ગ્રુપ તેમજ અતિથિ વિશેષ તરીકે વિનોદભાઇ પેઢડીયા ભારત વિકાસ પરિષદના પૂર્વ અધ્‍યક્ષ ઉપસ્‍થિત રહ્યા હતા.

(5:13 pm IST)