Gujarati News

Gujarati News

News of Tuesday, 26th September 2023

ઝેર-એસિડ પીવાના ત્રણ બનાવ

મેહુલ ચોૈહાણ, ધીરૂભાઇ સોઢા અને કંચન ચોૈહાણ સિવિલ હોસ્‍પિટલમાં સારવાર હેઠળઃ કારણ અકળ

રાજકોટ તા. ૨૬: અલગ અલગ ત્રણ બનાવમાં બે યુવાન અને એક યુવતિએ એસિડ, ઝેર પી આપઘાતનો પ્રયાસ કરતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં.

મોરબી રોડ ધોળકીયા સ્‍કૂલ પાસે રહેતો મેહુલ વેલજીભાઇ ચોૈહાણ (ઉ.વ.૨૩) કોઇ કારણે એસિડ પી જતાં દાખલ કરાયો હતો. તે કડીયા કામ કરે છે અને બે ભાઇ તથા ત્રણ બહેનમાં નાનો તથા કુંવારો છે. કારણ બહાર ન આવતાં પોલીસે તપાસ યથાવત રાખી છે. બીજા બનાવમાં રણુજા મંદિર પાસે વચ્‍છરાજનગર-૧માં રહેતાં ધીરૂભાઇ દેવાભાઇ સોઢા (ઉ.૪૦) કોઇ કારણોસર એસિડ પી જતાં સારવાર માટે દાખલ કરવામાં આવ્‍યા હતાં.

ત્રીજા યુનિવર્સિટી રોડ પર પ્રશીલ પાર્ક પાસે ઝૂપડપટ્ટીમાં રહેતી કંચન છગનભાઇ ચોૈહાણ (ઉ.૨૩) કોઇ કારણે ઝેરી દવા પી જતાં દાખલ કરવામાં આવી છે. તે ચાર બહેન અને એક ભાઇમાં વચેટ છે. કારણ પરિવારજનો જાણતા નથી. બી-ડિવીઝન, આજીડેમ પોલીસ અને યુનિવર્સિટી પોલીસે તપાસ હાથ ધરી હતી.

(5:08 pm IST)