Gujarati News

Gujarati News

News of Tuesday, 26th September 2023

કોટેચા સ્‍કૂલમાં થયા વિવિધ આયોજન

રાજકોટ તા. રપઃ ઉદયાચલ ચેરીટેબલ ટ્રસ્‍ટ સંચાલિત કે. જે. કોટેચા ગર્લ્‍સ હાઇસ્‍કૂલમાં ગણપતિ મહોત્‍સવનું રંગેચંગે આયોજન કરવામાં આવેલ. મહાઆરતી, અન્‍નકોટ તથા રાસગરબા જેવી વિવિધ પ્રવૃતિઓનું આયોજન કરેલ હતું. આ પ્રસંગે ઉદયાચલ ચેરીટેબલ ટ્રસ્‍ટનાં પ્રમુખ નિદતભાઇ બારોટ, મેનેજિંગ ટ્રસ્‍ટી ભાનુપ્રસાદ પંડયા ઉપસ્‍થિત રહેલ. દરમિયાન શાળાના પૂર્વ વિદ્યાર્થીની અને હાલ પી.એસ.આઇ. કેયાબેન ચોટલીયા દ્વારા ટ્રાફિક અવેરનેસ સેમિનાર યોજવામાં આવ્‍યો હતો. જેમાં એસીપી શ્રી ગઢવી સાહેબ, આરટીઓ ઓફિસર શ્રી ખાપડે તથા રીટાયર્ડ આરટીઓ ઓફિસર જે. વી. શાહે ટ્રાફીક અવેરનેસ અંગે માર્ગદર્શન પુરૂં પાડેલ. કાર્યક્રમ દરમ્‍યાન રાજકોટ પી.આઇ. શ્રી વી. આર. રાઠોડ તથા શાળાના આચાર્યાશ્રી ડો. સ્‍વાતિબેન જોષી તથા સમગ્ર સ્‍ટાફગણ ઉપસ્‍થિત રહેલ.

(5:07 pm IST)