Gujarati News

Gujarati News

News of Tuesday, 26th September 2023

લોક વિજ્ઞાન કેન્‍દ્ર ખાતે કાલે બહેનો માટે નિઃશુલ્‍ક પૌષ્‍ટિક આહાર-વાનગી સ્‍પર્ધા

રાજકોટ તા. ર૬: સૌરાષ્‍ટ્ર એજયુકેશન ફાઉન્‍ડેશન અને રાજકોટ મહાનગરપાલિકા સ્‍થાપિત તથા સૌરાષ્‍ટ્ર એજયુકેશન ફાઉન્‍ડેશન સશ્રંચાલિત અને ગુજકોસ્‍ટ માન્‍ય શ્રી ઓ. વે. શેઠ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્‍દ્ર-રેસકોર્ષ ખાતે તા. ર૭ ને બુધવારે સાંજે ૪ થી ૬ દરમિયાન બહેનો માટે ‘‘પૌષ્‍ટિક આહાર-વાનગી સ્‍પર્ધા'' યોજવામાં આવી છે. આ સ્‍પર્ધા નિઃશુલ્‍ક છે.

કોઇપણ ઉંમરની બહેનો જેઓ જાતે વાનગી બનાવી શકતા હોય તે વ્‍યકિતગત રીતે ભાગ લઇ શકે છે. આ સ્‍પર્ધામાં (૧) અન્‍ન-જાડું ધાન) ની વાનગ(િ ર) અન્‍ય કોઇ અનાજ-કઠોળમાંથી વાનગી. આ બન્‍ને પૈકી કોઇ એક અથવા બંને વિભાગમાં ભાગ લઇ શકાશે. વાનગી ઘરેથી બનાવીને લાવવાની રહેશે. આ સ્‍પર્ધામાં ભાગ લેનાર તમામને પ્રમાણપત્ર અને વિજેતાઓને પુરસ્‍કાર આપવામાં આવશે.

આ સ્‍પર્ધામાં ભાગ લેવા મો. ૯૯૭૮૮ રપ૮ર૯ ઉપર વોટ્‍સેપ અથવા એસએમએસ મારફતે સ્‍પર્ધામાં ભાગ લેનારનું નામ, ઉંમર અને ‘‘પૌષ્‍ટિકમ આહાર-વાનગી સ્‍પર્ધા'' એટલું લખીને મોકલી આપવું. વધુ માહિતી માટે કેન્‍દ્રના સંયોજક શ્રી મીનેષ મેઘાણી (મો. ૯૯૭૮૮ રપ૮ર૯) નો સંપર્ક કરવો.

(5:01 pm IST)