Gujarati News

Gujarati News

News of Tuesday, 26th September 2023

ગીરગંગા ટ્રસ્‍ટ દ્વારા લોકભાગીદારીથી સૌરાષ્‍ટ્ર યુનિ.માં ચેકડેમનું ખાતમુહૂર્ત

રાજકોટ,તા. ૨૬ : સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીની વચ્‍ચે બંને ગેટથી આવતા રસ્‍તાના સર્કલથી મુંજકાવાળાની રોડની ડાબી બાજુ ચેકડેમનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્‍યુ હતું. આ ચેકડેમ ૧૦૦% લોકભાગીદારીથી બનશે. ચેકડેમને બ્‍યુટીફુલ બનાવવા માટે ફરતે માટીનો પાળો પર બ્‍લોક કરવા, ફરતે વોકિંગ ટ્રેક થાય, વૃક્ષારોપણ કરવું, સ્‍ટ્રીટ લાઇટ, ડેમની ફરતે ગ્રીલની વ્‍યવસ્‍થા થાય તેવું આયોજન કરવામાં આવ્‍યું છે.

આ કાર્યક્રમમાં ગીરગંગા પરિવારના પ્રમુખ દિલીપભાઇ સખિયા, દિનેશભાઇ પટેલ (પ્રકૃતિ-પ્રેમી),જમનભાઇ પટેલ, રમેશભાઇ ઠક્કર, વિઠ્ઠલભાઇ બાલધા, લક્ષ્મણભાઇ શીંગાળા, રતીભાઇ ઠુંમર, સંજય વાટીકા સોસાયટીના પ્રમુખશ્રી , જિતેન્‍દ્રભાઇ પટેલ, બાબુભાઇ, પુંજાભાઇ સબેલિયા, મુકેશભાઇ ગોસાઇ,રાજેશભાઇ ભટ્ટ, એન.આર.કુકડીયા, દેવ ત્રિવેદી, દિલાવરસિંહ જાડેજા, ડો.હસુભાઇ જાની, ઇંદુભાઇ ઝાલા, જય ઓમ દવે, કનકસિંહ ઝાલા, કુમારસિંહ ઝાલા, રામભાઇ ઓડેદરા, સ્‍મિતભાઇ ખીરા, ચંદુભાઇ આહીર, કુમારસિંહ જાડેજા, મનુભાઇ, મનિષભાઇ માયાણી, અશોકભાઇ મોલીયા, સંજયવાટીકા સોસાયટી, પ્રશીલ પાર્ક સોસાયટી તેમજ આજુબાજુના લોકો ઉપસ્‍થિત રહ્યા હતા.

(4:53 pm IST)