Gujarati News

Gujarati News

News of Tuesday, 26th September 2023

બેભાન હાલતમાં ૧૩ વર્ષના બાળક, એક મહિલા, વૃધ્‍ધા અને વૃધ્‍ધના મોત

સંજય સલાટ, નિલમબેન ચોહાણ, જસવંતીબેન રાઠોડ અને ગોકળભાઇ મકવાણાએ સિવિલ હોસ્‍પિટલમાં દમ તોડયોઃ ચારેય મૃતકના પરિવારજનોમાં ગમગીની

રાજકોટ તા. ૨૬: બેભાન હાલતમાં તેર વર્ષના બાળક, એક મહિલા, એક વૃધ્‍ધા અને એક વૃધ્‍ધને સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા બાદ ચારેયના મોત થયા હતાં.

ઢેબર કોલોની ફાટક પાસે ઝૂપડામાં રહેતો સંજય ગાંડુભાઇ સલાટ (ઉ.વ.૧૩) સાંજે બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં દાખલ કરાયો હતો. પરંતુ તેનું મોત થયું હતું. તે ત્રણ બહેનનો એકનો એક ભાઇ હતો. તેના પિતા છુટક મજૂરી કરે છે. નાનપણથી જ સંજય બિમાર રહેતો અને માનસિક હાલત સ્‍વસ્‍થ ન હોઇ ગઇકાલે આંચકી ઉપડયા બાદ બેભાન થઇ ગયા પછી મોત થયું હતું. બનાવથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

બીજા બનાવમાં દૂધ સાગર રોડ પર હાઉસીંગ બોર્ડમાં રહેતાં નિલમબેન સુરેશભાઇ ચોૈહાણ (ઉ.વ.૪૫) સાંજે બેભાન થઇ જતાં સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ મૃત્‍યુ થયું હતું. ત્રીજા બનાવમાં નવાગામ જુના કુવાડવા પોલીસ સ્‍ટેશન પાછળ આવાસ ક્‍વાર્ટર નં. બી-૧૩માં રહેતાં જસવંતીબેન કાનજીભાઇ રાઠોડ (ઉ.૮૦) બેભાન થઇ જતાં સિવિલમાં મોત થયું હતું. ચોથા બનાવમાં કોઠારીયા રોડ શીવધારા પાર્કમાં રહેતાં ગોકળભાઇ જોગાભાઇ મકવાણા (ઉ.વ.૫૯)નું પણ બેભાન હાલતમાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા બાદ મોત થયું હતું.  આ બનાવોથી સ્‍વજનોમાં શોક છવાઇ ગયો હતો.

(5:52 pm IST)