Gujarati News

Gujarati News

News of Tuesday, 26th September 2023

હાઇકોર્ટને મીસલીડ કરવાના ગુનામાં પકડાયેલ એડવોકેટ સંજય પંડિતની રેગ્‍યુલર જામીન અરજી રદ

રાજકોટ,તા. ૨૬ : હાઈકોર્ટને મીસલીડ કરવાના ગુનામાં એડવોકેટ સંજય પંડીતની આગોતરા જામીન અરજી સેસન્‍સ અદાલત બાદ હાઈકોટ બાદ સુપ્રીમકોટ દ્વારા રદ કરવામા આવ્‍યા બાદ આરોપી સંજય પંડીત ની ધરપકડ થતા ધરપકડ બાદ સેસન્‍સ અદાલતમા કરવામા આવેલ રેગ્‍યુલર જામીન અરજી પણ રાજકોટના એડી. સેસન્‍સ જજે રદ કરતો હુકમ ફરમાવેલ છે.

આ કેસની હકીકત જોઈએ તો, અગાઉ દુષ્‍કર્મનો ભોગ બનનાર મહીલાએ એન્‍જીનીયરીંગ એશોશીયેશનના પૂર્વ પ્રમુખ વીરૂધ્‍ધ દુષ્‍કર્મની ફરીયાદ નોંધાવેલ હોય જે કામમાં ફરીયાદીએ વકીલ તરીકે સંજય પંડીતને રોકેલ હોય તેની સાથે ફરીયાદીને અણબનાવ બનતા ફરીયાદીએ વકીલ તરીકેથી સંજય પંડીતને હટાવી દીધેલ હોય જેથી આરોપીઓએ ફરીયાદી તથા દિનાબેનના પતિ વચ્‍ચેના ગેરકાયદેસરના ખોટા સબંધો બતાવી ફરીયાદીના ચારીત્રને નુકશાન થાય તે ઈરાદાથી પ્રમુખ ને ફાયદો થાય અને ફરીયાદીની પ્રમુખ સામેની બળત્‍કારની ફરીયાદ રદ થાય તેવા બદ હેતુથી એક મહિલાનો સ્‍વાંગ રચી તેણીના નામની ખોટી અરજી ઉભી કરી તે અરજીમાં ખોટી, બનાવટી સહી કરી તે બનાવટી હોવાનું જાણતા હોવા છતા ખરા તરીકે ઉપયોગ કરી તેના આધારે ખોટુ સોગંદનામું કરી પુરાવા તરીકે ખોટુ કથન તેમજ ખોટો એકરાર કરી ખોટો પુરાવો આપી ખોટા નામે ઠગાઈ કરી સમાન ઈરાદો પાર પાડવા કાવત્રાને અંતીમ અંજામ આપી એકબીજાને મદદગારી કર્યા સબંધેની ફરીયાદ ફરીયાદીએ (૧)ડોલી બીરવાણ (૨) સંજય પંડીત તથા એન્‍જીનીયરીંગ એશોશીયેશનના પુર્વ પ્રમુખ વીરૂધ્‍ધ ગાંધીગ્રામ પોલીસ સ્‍ટેશનમાં ફરીયાદી દ્વારા ગુન્‍હો દાખલ કરાવવામાં આવેલ હતો.

ઉપરોક્‍ત ફરીયાદ અન્‍વયે આરોપી સંજય પંડીત ની એક પછી એક આગોતરા જામીન અરજીઓ છેક સુપ્રીમકોર્ટ સૂધી રદ થયા બાદ સંજય પંડીત ની ધરપકડ થયેલ બાદ રેગ્‍યુલર જામીન ઉપર મુક્‍ત થવા સંજય પંડીતે રાજકોટ ની સેસન્‍સ અદાલતમા જામીન અરજી કરતા મુળ ફરીયાદી તરફે લેખીત વાંધામા તથા સરકાર તરફે રજુઆત કરવામા આવેલ કે અરજદાર સંજય પંડીત મુખ્‍ય આરોપી છે ગુનાની શરૂઆત તેને કર્યા બાદ અંત સુધી મુખ્‍ય ભૂમીકા ભજવેલ છે સંજય પંડીત ની સુપ્રીમ કોર્ટ સુધી આગોતરા જામીન અરજી રદ થયેલ છે તેના વીરૂધ્‍ધ સ્‍ટ્રોંગ પ્રાઈમાફેઈસી કેસ છે.

તમામ પક્ષેની રજુઆતો એફ.આઈ.આર ના તત્‍વો, ત.ક.અધીકારી નુ એફીડેવીટ, ફરીયાદીના વાંધા, રેકર્ડપરના ડોક્‍યુમેન્‍ટસ તથા પોલીસ પેપસ લક્ષે લેતા  અરજદાર વ્‍યસાયે વકીલ હોય કાયદાના જાણકાર હોય છતા અન્‍ય આરોપીઓ સાથે મીલાપીપણુ કરી કાવતરુ રચી ગુનો આચરેલ છે અરજદાર વકીલ હોવાથી કાયદા મુજબ વર્તે તેવી અપેક્ષા રાખી શકાય ત્‍યારે કાયદાને હાથમા લે તે ગ્રાહય રાખી શકાય નહી ત્‍યારે અંતગત સતાનો ઉપયોગ અરજદારની તરફેણમાં કરવાનુ મુનાસીફ ન માની અરજદારની ધરપકડ બાદ ની રેગ્‍યુલર જામીન અરજી નામંજુર કરતો હુકમ ફરમાવવામા આવેલ છે.

ઉપરોકત કેસમા સરકાર તરફે અતુલભાઈ જોષી, એસ.કે વોરા તથા મુળ કેસમા ફરીયાદ પક્ષે નામાંકીત એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કુણાલ શાહી, ચેતન ચોવટીયા, રીપલ ગેવરીયા, પાર્થ સંઘાણી, મંથન વીરડીયા, કિશન માંડલીયા, ભાવીક ફેફર તથા મદદમા યુવરાજ વેકરીયા, જય પીઠવા, નીરવ દોંગા, કેતન પરમાર, પ્રીન્‍સ રામાણી, આર્યન કોરાટ રોકાયેલ હતા.

(5:53 pm IST)