Gujarati News

Gujarati News

News of Tuesday, 26th September 2023

દાઉદી બોહરા સમાજ દ્વારા મિલાદનું ભવ્‍ય જુલુસ

રાજકોટઃ દાઉદી બોહરા સમાજ દ્વારા નબી સાહેબ મોહમ્‍મદ રસુલલ્લાહ સાહેબ (સ.અ.વ.) ના જન્‍મતીથી તથા ડો.સૈયેદના સાહેબ (ત.ઉ.શ.)ના ૮૦મી મિલાદ (જન્‍મદિવસ) ના પ્રસંગે ભવ્‍ય ઉજવણીના ભાગરૂપે ભવ્‍ય જુલુસ (પ્રોશેસન) નીકળ્‍યું હતું.  આ જુલુસમાં દાઉદી બોહરા સમાજનું બેન્‍ડ તથા સુંદર શણગારેલ બગી સાથે રાજકોટના પાંચેય વિસ્‍તારના આમીલ સાહેબો સાથે રાજકોટના તમામ દાઉદી બોહરા સમાજના ભાઇઓ, બાળકો દેશ-ભકિત, કોમી ભાઇચારા ના સંદેશા સાથે જુલુસ નીકળ્‍યુ હતું. તાર ઓફિસ થી જવાહર રોડ, ત્રિકોણ બાગ, ઢેબર રોડ, બાપુનો બાવલો, લાખાજી રાજ રોડ થઈ નુર મસ્‍જિદ પૂરૂ થયું હતું.  ઢેબર ચોક પાસે રાજકોટના અલગ અલગ સંસ્‍થા દ્વારા જુલુસમાંનુ સ્‍વાગત  ધારાસભ્‍ય ઉદયભાઈ કાનગડ,  વિરેન્‍દ્રસિંહ ઝાલા, દેવાંગભાઈ માંકડ, મયૂરભાઈ શાહ, નરેન્‍દ્રસિંહ ઠાકુર, નલીનભાઈ ઝવેરી, કાશ્‍મીરાબેન નથવાણી, હબીબભાઈ કટારિયા, સાનતુભાઈ રૂપારેલીયા, વિજયભાઈ કારીયા, હસુભાઈ ચંદારાણા, મિતેશભાઈ કથિરીઆ, યુસુફભાઈ જુનેજા, મોહમ્‍મદભાઈ રફીક, મુરલીભાઈ દવે, કૌશિકભાઈ ચાવડા, રાજેશભાઇ મોદી, ભગતસિંહ, સમશેરસિંહ  વગેરેએ સ્‍વાગત કરેલું હતું. તેમ શેખ યુસુફભાઈ જોહર કાર્ડસવાળાએ જણાવ્‍યું હતું.

(5:38 pm IST)