Gujarati News

Gujarati News

News of Tuesday, 26th September 2023

નવાગામ આણંદપરનો કિશન સગીરાનું અપહરણ કરી ગયો

રાજકોટ તા. ૨૬: નવાગામ આણંદપરની રંગીલા સોસાયટીમાં રહેતો શખ્‍સ એક સગીરાને અપહરણ કરી ભગાડી જતાં પોલીસે ગુનો નોંધ્‍યો છે. નવાગામમાં જ રહેતાં મહિલાએ આ બારામાં નવાગામ આણંદપર રંગીલા સોસાયટી પાસે રામ પાર્કમાં રહેતાં કિશન દિનેશભાઇ નાકીયા વિરૂધ્‍ધ આઇપીસી ૩૬૩, ૩૬૬ મુજબ ગુનો નોંધ્‍યો છે. ફરિયાદી મહિલાની ૧૬ વર્ષની દિકરી તા. ૨૩/૯ના રોજ ઘરેથી ગૂમ થઇ ગઇ હતી. તપાસ કરવામાં આવતાં તેને નવાગામનો કિશન નાકીયા લલચાવી ફોસલાવી લગ્નની લાલચ અથવા બાહ્ય સંબંધ રાખવાના ઇરાદે ભગાડી ગયાનું જણાવતાં પોલીસને જાણ કરી હતી. પીએસઆઇ જે. કે. પાંડાવદરાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(4:45 pm IST)