Gujarati News

Gujarati News

News of Tuesday, 26th September 2023

જનકલ્‍યાણ સમાજ સેવા ટ્રસ્‍ટ દ્વારા ગણેશોત્‍સવ : કાલે મૂર્તિ વિસર્જન સાથે સમાપન

રાજકોટ : શહેરના જીવરાજપાર્ક, અંબીકા ટાઉનશીપ ખાતે શ્રી જનકલ્‍યાણ સમાજ સેવા ટ્રસ્‍ટ દ્વારા કસ્‍તુરી એવીયરી એપાર્ટમેન્‍ટમાં ગણેશ મહોત્‍સવનું આયોજન કરાયુ હતુ. ‘કસ્‍તુરી એવીયરી કા રાજા'નું વાજતે ગાજતે સ્‍થાપન કરાયા બાદ દરરોજ સવાર સાંજ આરતી તેમજ રંગોળી સ્‍પર્ધા, આરતી સુશોભન સ્‍પર્ધા, સત્‍યનારાયણની કથા સહીતના આયોજનો કરાયા હતા. દાદાને દરરોજ અનનકોટ ધરાવવામાં આવ્‍યો હતો. દરરોજ બહોળી સંખ્‍યામાં ધર્મપ્રેમીજનોએ દર્શન પ્રસાદનો લાભ લીધો હતો. આઠ દિવસીય આયોજનનું કાલે તા. ૨૭ ના મૂર્તિ વિસર્જન સાથે સમાપન કરાશે. સમગ્ર આયોજનને સફળ બનાવવા જનલ્‍યાણ સમાજ સેવા ટ્રસ્‍ટના પ્રમુખ શ્રી અશોકભાઇ ડી. ડાંગરના માર્ગદર્શન હેઠળ અનિરૂધ્‍ધભાઇ નથવાણી, સાગરભાઇ દોશી, દીનેશભાઇ ગાયવાલા, વિક્રમસિંહ, વનદીપ પટેલ, હીરેન આહીર, ભાવેશ મકવાણા વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

(4:43 pm IST)