Gujarati News

Gujarati News

News of Monday, 26th September 2022

ભાજપ મહિલા મોરચાના દ્વારા વેલકમ નવરાત્રીઃ ચાલુ વરસાદમાં પણ બહેનોએ ગરબાની રમઝટ બોલાવી

રાજકોટઃ શહેર ભાજપ મહીલા મોરચાના પ્રમુખ કિરણબેન માંકડીયા, મહામંત્રી કિરણબેન હરસોડા, લીનાબેન રાવલની આગેવાનીમાં શહેર ભાજપ મહિલા મોરચા દ્વારા સાંજે ૧૫૦ ફૂટ રોડ, અમીનમાર્ગના ખુણે આવેલ લીયો લાયન્‍સ ગ્રુપ ખાતે મહીલાઓ માટે ઓપન રાજકોટ રાસોત્‍સવ યોજાયો હતો.આ તકે આ રાસોત્‍સવના પ્રારંભે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, સાંસદ રામભાઈ મોકરીયા, મેયર ડો.પ્રદિપ ડવ, ધનસુખ ભંડેરી, શહેર ભાજપ મહામંત્રી કિશોર રાઠોડ, નરેન્‍દ્રસિંહ ઠાકુર, કિરણબેન માંકડીયા, કિરણબેન હરસોડા, લીનાબેન રાવલ, ડો.દર્શીતાબેન શાહ સહિતના હસ્‍તે મહાઆરતીથી માતાજીની વંદના કરવામાં આવી હતી. આ તકે અતિથિ વિશેષ તરીકે પૂર્વ મેયર ભાવનાબેન જોષીપુરા, ચારૂબેન સોની, ડો.મૃણાલીનીબેન ઠાકર, જયોતીબેન ટીલવા, દિવ્‍યાબેન ભટ્ટ, ડો.શીલ્‍પાબેન ગોસાઈ, મીતલબેન અમલાણી, કાન્‍તાબેન કથીરીયા સહિતના ઉપસ્‍થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન કાશ્‍મીરાબેન નથવાણીએ કરેલ હતું. ચાલુ વરસાદે પણ માં જગદંબાની આરાધના કરી મહિલા મોરચાના બહેનોએ ગરબાની રમઝટ બોલાવી હતી. કાર્યક્રમની વ્‍યવસ્‍થા કાર્યાલય પરિવાર તેમજ યુવા મોરચાના કાર્યકર્તાઓએ સંભાળી હતી.

(4:44 pm IST)