Gujarati News

Gujarati News

News of Monday, 26th September 2022

નવાગામ ખાતે મોબાઇલ ફોનની ચીલઝડપના ગુનામાં પકડાયેલ આરોપીના જામીન મંજુર

રાજકોટ, તા.૨૬: રાજકોટ કુવાડવા રોડ પોલીસ સ્‍ટેશનમાં રીક્ષાચાલકના સેમસંગ કંપનીના એન્‍ડ્રોઇડ ફોન કીંમત ૧૫ હજાર થતી હોય તેની ચીલ ઝડપ કરનાર આરોપીઓ સામે ભારતીય દંડ સહીતની કલમ ૩૭૯એ (૩) મુજબની ફરીયાદ નોંધવામાં આવેલ હતી અને જે સબબ આરોપીની ધરપકડ થતા આરોપી ભરતદાન ભીમદાને રાજકોટ સેસન્‍સ કોર્ટમાં જામીન મેળવવા અરજી કરતા અદાલતે જામીન અરજી મંજુર કરી હતી.
ત્‍યારબાદ ફરીયાદીએ તેના ભાઇ જમાલભાઇને વાત કરતા જમાલભાઇએ ફરીયાદીના મોબાઇલ ઉપર વિડિયો કોલ કરેલો અને સામે આ વિડિયો કોલ રિસીવ થતા સ્‍ક્રીન શોટ પાડી લીધેલ હતો અને જે સબબની વિગતવાર ફરીયાદ ફરીયાદી દ્વારા કુવાડવા રોડ પોલીસ સ્‍ટેશનમાં આપવામાં આવેલ હતી જે સબબ પોલીસ તપાસ દરમીયાન ભરતદાન ભીમદાન દેથાની અટક કરવામાં આવેલ હતી. અને રાજકોટ કોર્ટ સમક્ષ રજુ કરતા આરોપીને રાજકોટ જીલ્લા જેલ ખાતે મોકલી આપવામાં આવેલ હતા.
આરોપીની અટક થયા બાદ અને ચાર્જશીટ થયા બાદ આરોપી દ્વારા પોતાના એડવોકેટશ્રી મારફત જામીન મુકત થવા માટે રાજકોટ સેસન્‍સ કોર્ટ સમક્ષ જામીન અરજી કરેલ હતી. જે અન્‍વયે આરોપીઓ વતી રોકાયેલ એડવોકેટશ્રીએ કરેલ દલીલ તેમજ જામીન અરજી સંદર્ભે નામદાર હાઇકોર્ટ તેમજ સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ ધ્‍યાનમાં રાખી કોર્ટ દ્વારા આરોપીને જામીન મુકત કરવાનો હુકમ ફરમાવેલ હતો. આ કામે બંને આરોપીઓ વતી એડવોકેટશ્રી રણજીત એમ.પટગીર, સાહીસ્‍તા એસ. ખોખર, મીતેશ એચ. ચાનપુરા, અને પ્રહલાદસીંહ બી.ઝાલા રોકાયેલ હતા.

 

(4:06 pm IST)