Gujarati News

Gujarati News

News of Monday, 26th September 2022

સીંગતેલ-કપાસીયા તેલમાં ૩૦ રૂા. તૂટયા

મગફળી અને કપાસની આવકો વધતા ભાવો ઘટયાઃ પામોલીન તેલમાં પણ ૧પ રૂપીયાનો ઘટાડો

રાજકોટ, તા., ૨૬: નવા સપ્તાહના પ્રારંભે ખાદ્યતેલોમાં ઘટાડાનો દોર જારી રહયો છે. આજે સીંગતેલ અને કપાસીયા તેલમાં ૩૦ તથા પામોલીન તેલમાં ૧પ રૂપીયા તૂટયા હતા. સ્‍થાનીક બજારમાં સૌરાષ્‍ટ્રના યાર્ડોમાં નવી મગફળી અને કપાસની આવકો વધ્‍યાના અહેવાલે સીંગતેલ અને કપાસીયા તેલના ભાવો ઘટયા હતા. સીંગતેલ લુઝ (૧૦ કિ.ગ્રા.)ના ભાવ ૧૬૩૦ રૂપીયા હતા તે ઘટીને આજે બપોરે ૧૬૦૦ રૂપીયા અને સીંગતેલ નવા ટીનના ભાવ ૨૭૫૦ થી ૨૮૫૦ રૂપીયા હતા તે ઘટીને ર૭ર૦ થી ર૮ર૦ રૂા. થયા હતા. કપાસીયા તેલમાં પણ ૩૦ રૂપીયાના ઘટાડા સાથે કપાસીયા તેલ લુઝના ભાવ ૧૨૪૦ રૂા. હતા તે ઘટીને ૧૨૧૦ અને કપાસીયા ટીનના ભાવ ૨૨૨૫ થી ૨૨૮૫ રૂા. હતા ૨૧૯૫ થી ૨૨૫૫ રૂા. થયા હતા.
પામોલીન તેલમાં પણ ૧પ રૂપીયાનો ઘટાડો થયો હતો. પામ તેલ લુઝના ભાવ ૯૧૫ રૂા. હતા તે ઘટીને ૯૦૦ રૂા. અને પામોલીન ટીનના ભાવ ૧૫૩૦ થી ૧૫૩૫ રૂા. હતા તે ઘટીને ૧૫૧૫ થી ૧૫૨૦ રૂા. ની સપાટીએ ભાવ પહોંચ્‍યા હતા.
ગત સપ્તાહમાં સીંગતેલમાં ૪૦ રૂા. કપાસીયા તેલમાં ૩૦ અને પામતેલમાં ૪૦ રૂપીયાનો ઘટાડો થયો છે. ખાદ્યતેલોમાં હજુ પણ ભાવો ઘટે તેવી શકયતા છે.

 

(4:04 pm IST)