Gujarati News

Gujarati News

News of Monday, 26th September 2022

આસો નવરાત્રીનો મંગલારંભ : બજારમાં ગરબા - ચૂંદડી - હાર ખરીદવા ભાવિકોની ભીડ

રાજકોટ : જગત જનની આદ્યશકિત માં જગદંબાની ભકિતનું પાવન પર્વ આસો નવરાત્રીનો મંગલ પ્રારંભ થયો છે. છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીને કારણે થોડા પ્રબંધો વચ્‍ચે આસો નવરાત્રીની ઉજવણી કરવામાં આવી હતી, પરંતુ આ વર્ષે કોઈ પણ જાતના પ્રબંધો વગર આસો નવરાત્રી મહા પર્વની ઉજવણી થઈ રહી છે. સવારથી જ આસો માસના પ્રારંભે માતાજીના ગરબા, ચુંદડી, હાર, લાઈટીંગ, ડેકોરેશન સહિતની વસ્‍તુ ખરીદવા ભાવિકોએ ભીડ લગાવી છે. બજારમાં કલાત્‍મક ગરબા, રંગબેરંગી ચુંદડીની વિશાળ શ્રેણી જોવા મળે છે. પ્રાચીન ગરબીમાં ગરબી મંડળ દ્વારા મંડપ રોપણ અને વિસ્‍તારને સુશોભન કરવાની કામગીરી અંતિમ ચરણમાં છે. (તસ્‍વીરઃ અશોક બગથરીયા)

 

(3:57 pm IST)