Gujarati News

Gujarati News

News of Monday, 26th September 2022

મહારાષ્‍ટ્રના મુખ્‍યમંત્રી એકનાથ શિંદે દ્વારા ગુજરાત રાજયના શિવસેના પ્રદેશના પ્રભારી તરીકે જીમ્‍મીભાઈ અડવાણીની નિયુકતી

શિવભકત અને ગણેશજીના ઉપાસક શિવસેનાના એક પ્રાથમિક સૈનીકથી રાજકીય સફર શરૂ કરતા આજે પ્રભારી સુધીની સફર

રાજકોટઃ જીમ્‍મીભાઈ અડવાણીની તાજેતરમાં મહારાષ્‍ટ્ર રાજયના મુખ્‍યમંત્રી શ્રી એકનાથ શિંદે દ્વારા તેમની કામગીરી બિરદાવતા વિશેષ જવાબદારી રૂપે તેઓને સમગ્ર ગુજરાત રાજય શિવસેના પ્રદેશના પ્રભારી તરીકે નિયુકતી પત્ર આપી સન્‍માનીત કરેલ.

એક બિનરાજકીય પરિવારમાંથી આવતા જીમ્‍મીભાઈ સંઘર્ષમય જીવન અને પારિવારીક જવાબદારી સાથોસાથ સમાજ માટે કંઈક  કરી છુટવાની ઈચ્‍છા શકિતના ફળ સ્‍વરૂપે સારા એન્‍કર, સમાજ સેવકથી પોતાની કારર્કિદી શરૂ કરેલ અને દરેક સમાજને સાથે રાખી સમાજના નાના- મોટા પ્રશ્નોમાં હંમેશા આગળ રહી રજુઆત તેમજ જયાં જરૂર જણાય ત્‍યાં સાથે રહી પ્રશ્નોના ઉકેલાતમાં અભિગમથી કામ કરતા રહી તંત્રને જાગૃત રાખેલ છે.

શિવભકત અને ગણેશજીના ઉપાસક એવા જીમ્‍મીભાઈ અડવાણી ધર્મ સમભાવ સાથે રાજકોટ શહેરમાં દરેક ધર્મની શોભાયાત્રા- ઉત્‍સવોના સ્‍વાગત તેમજ આવા ધાર્મિક આયોજનોમાં પોતાના તન- મન અને જરૂરિયાત મુજબ ધન સાથે હંમેશા સહયોગી રહી ધર્મપ્રેમી પ્રજાના દિલમાં સ્‍થાન ઉભુ કરેલ છે. આ ઉપરાંત કુદરતી આફત- ભુકંપ- હોનારતમાં પણ બિન રાજકીય સેવક તરીકે સદા અગ્રેસર રહેતા હોવાનું યાદીમાં જણાવાયું છે.

તેઓએ એક સામાન્‍ય શિવસેના સૈનિક તરીકે સભ્‍ય નોંધણી થયેલ જીમ્‍મીભાઈ પોતાની જવાબદારી પુરી વફાદારી સાથે નિભાવી દરેક લોક ઉપયોગી પ્રશ્નોમાં હંમેશા અગ્રેસર રહી રજુઆત કરી લોકોને ઉપયોગી થવાના કાર્યો સાથે સૌરાષ્‍ટ્ર- કચ્‍છ પ્રાંત પ્રમુખ સુધીની પોતાની રાજકીય સફર કરેલ.

મહારાષ્‍ટ્રના મુખ્‍યમંત્રી શ્રી એકનાથ શિંદેના આમંત્રણને સ્‍વીકારી મહારાષ્‍ટ્ર શિવસેનાના પ્રમુખના હાથે સન્‍માનીત થયેલ અને એક મોટી જાહેરાત સ્‍વરૂપે તેઓની ગુજરાત રાજય શિવસેના પ્રદેશના પ્રભારી તરીકે નિયુકત પત્ર આપી આવનાર સમયમાં શિવસેનાને ‘ફેનિકસ પક્ષી'ની જેમ ગુજરાતમાં શિવસેના સભ્‍યની નોંધણી, તેમજ  શિવસેનાની ઓળખ અને લોક- ઉપયોગી કાર્ય દ્વારા પ્રજાના મનમાં એક સ્‍થાન ઉભુ કરવાની જવાબદારી સોપેલ સાથો સાથ ગુજરાત રાજયના શિવસેનાના પ્રમુખ તરીકે એસ.આર.પાટીલ તેમજ સુરેશભાઈ રાવલની નિયુકત કરવામાં આવી છે.

મહારાષ્‍ટ્રના મુખ્‍યમંત્રી શ્રી એકનાથ શિંદે અને સચિવોએ મુંબઈ ખાતે મુખ્‍ય હોદ્દેદારો અને મિડીયા સમક્ષ શ્રી જીમ્‍મીભાઈ અડવાણીને નિયુકિત પત્ર આપી, સાલ ઓઢાડી શિવસેના- ગુજરાત રાજયના પ્રભારી પદે જાહેર કર્યા હતા.

તેઓએ જણાવેલ કે આ જવાબદારી સાથે સમગ્ર ગુજરાત રાજયમાં પ્રવાસ કરી મીટીંગો કરી સંગઠન સ્‍વરૂપે સભ્‍ય નોંધણી કરી શિવસેનાનું સંગઠન મજબુત કરીશ અને શ્રી એકનાથ શિંદેજી અને મંત્રીમંડળ સાથે કેપ્‍ટન શ્રી અભિજીત અડસુલએ મુકેલા વિશ્વાસ અને જવાબદારીને પુરી કરીશ. આ સાથો સાથ આમ જનતાને મળેલા મુળભુત અધિકારો બાબતે જાગૃત કરી લોકશાહીને મજબુત રાખવાના ભાગરૂપે યુવાનોને માર્ગદર્શનો આપતા કાર્યક્રમો તેમજ આરોગ્‍ય અને  શિક્ષણ બાબતે જાગૃત કરતા સેમીનારો અને રોજગારી આપતા કાર્યક્રમો કરવાનું આયોજન કરેલ છે.

જીમ્‍મીભાઈ અડવાણી મો.૯૪૨૬૨ ૦૧૧૨૦ને અભિનંદન વર્ષા થઈ રહી છે.

(3:46 pm IST)