Gujarati News

Gujarati News

News of Monday, 26th September 2022

કાલાવડ રોડ પર સ્‍પીડવેલ પાર્ટી પ્‍લોટ નજીક અકસ્‍માતઃ દાહોદના પીલુભાઇ પરમારનું મોત

ઝુપડેથી આટો મારવા નીકળ્‍યા ત્‍યારે વાહનની ઠોકરે ચડી ગયા

રાજકોટ તા. ૨૬: કાલાવડ રોડ પર જડ્ડુસ ફૂડ ફિલ્‍ડ હોટેલ પાછળ ઝૂપડામાં રહેતાં મુળ દાહોદના પીલુભાઇ નાનકભાઇ પરમાર (ઉ.વ.૪૦) કાલાવડ રોડ સ્‍પીડવેલ પાર્ટી પ્‍લોટ પાસે સાંજે ચાલીને જતાં હતાં ત્‍યારે કોઇ વાહનની ઠોકરે ચડી જતાં ગંભીર ઇજા થતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્‍યું હતું.

બનાવ અંગે હોસ્‍પિટલ ચોકીના કલ્‍પેશભાઇ સરવૈયાએ તાલુકા પોલીસને જાણ કરી હતી. મૃત્‍યુ પામનાર પીલુભાઇ કડીયા કામની મજૂરી કરતાં હતાં. સંતાનમાં બે પુત્ર છે. પોતે બે ભાઇ અને બે બહેનમાં બીજા હતાં. સાંજે કામેથી આવ્‍યા બાદ ઘર આટો મારવા નીકળ્‍યા ત્‍યારે જીવલેણ અકસ્‍માત નડયો હતો.

(12:01 pm IST)