Gujarati News

Gujarati News

News of Monday, 26th September 2022

જિલ્લા પંચાયત પ્રમુખની નવરાત્રિની શુભેચ્‍છા

રાજકોટ તા. ર૬ :.. જિલ્લાના સર્વે ગ્રામજનોને નવરાત્રિ પર્વની શુભેચ્‍છા પાઠવતા રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ ભૂપત બોદરએ જણાવેલ કે નવરાત્રિના દિવસો એટલે શકિતની ઉપાસના કરવાના દિવસો. દૈવી શકિતને જગદંબા, દુર્ગા, અંબા, અંબિકા કે ભવાની તરીકે પણ ઓળખવામાં આવે છે. માતાજીના ભકતો નવ દિવસ માતાજીનું અનુષ્‍ઠાન કરે છે અને નવ દિવસના ઉપવાસ કરે છે શકિતની આરાધના કરે છે. ત્‍યારે ચોમાસાની ઋતુમાં ભેજયુકત વાતાવરણમાં ઉત્તમ સ્‍વાસ્‍થ્‍ય માટે ઉપવાસ ઉત્તમ છે.

(11:53 am IST)