Gujarati News

Gujarati News

News of Saturday, 26th September 2020

પંડિત દિનદયાળજીને વંદના

રાજકોટ : પંડિત દીનદયાળ ઉપાધ્યાયજી ની ૧૦૪ મી જન્મજયંતીએ રાજકોટના પ.દીનદયાળ ઉપાધ્યાય એકાત્મતા ફાઉન્ડેશન ના સંયોજક રાજુભાઇ દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની પ્રતિમાને ફુલમાળા દ્વારા ભાવ વંદના કરી શ્રદ્ઘાંજલિ આપવા માં આવી હતી. આ પ્રસંગે સંસ્થાના કાર્યકર્તાઓ શ્રી જગદીશભાઈ રઘાણી, ભાસ્કરભાઈ ત્રિવેદી, સંજયભાઈ લોટિયા, કિરીટભાઈ ગોરસિયા,દિલેશભાઈ શાહ, પ્રદીપભાઈ માંડાણી, સુરજભાઈ કાચલિયા, મનીષભાઈ શાહ, ભરતભાઈ,જતીન માધાણી, જીગ્નેશ ગોંડલીયા વગેરે અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(3:37 pm IST)
  • રામોજી ગ્રુપના અધ્યક્ષ રામોજી રાવે એસપી બાલાસુબ્રમણ્યમના નિધન પર શોક વ્યક્ત કર્યો: રામોજી રાવે કહ્યું, 'હું નિરાશ છું કે બાલાસુબ્રમણ્યમ હવે નથી. તે મારા નિકટના મિત્ર હતા. એક પ્રખ્યાત ગાયક જ નહીં, તે મારા ભાઈ જેવા હતા. તે મને પ્રેમથી ગળે લગાવતા હતા access_time 1:05 pm IST

  • આતંકવાદ ,હથિયારોની ગેરકાયદે હેરાફેરી ,ડ્રગ્સ ,તથા મની લોન્ડરીંગ સહિતના મુદ્દે ભારત કાયમ અવાજ ઉઠાવશે : માનવતા, માનવ જાતિનું કલ્યાણ ,તથા માનવીય મૂલ્યોની હંમેશા રક્ષા કરીશું : વિશ્વના સૌથી મોટા વેક્સીન ઉત્પાદક દેશના પ્રાઈમ મિનિસ્ટરના નાતે હું જગતને આશ્વાસન આપવા માંગુ છું કે તમામ લોકોને આ વૈશ્વિક સંકટમાંથી બહાર કાઢવા માટે અમે સદાય તતપર રહીશું : ભારતની ફાર્મા ઇન્ડસ્ટ્રીઝે 150 થી વધુ દેશોમાં જીવન જરૂરી દવાઓ મોકલી છે : અમે" વસુધૈવ કુટુંબક્મ " ની ભાવનામાં માનીએ છીએ : સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનું ઉધબોધન access_time 7:11 pm IST

  • દેશમાં કોરોનાના કહેર વચ્ચે નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યા વધુ :એક્ટીવ કેસમાં સતત ઘટાડો : રાત્રે 12-30 વાગ્યા સુધીમાં દેશમાં 88,691 નવા કેસ નોંધાયા : કુલ કેસની સંખ્યા 59,90,513 થઇ : 9,56,491 એક્ટીવ કેસ : વધુ 92,312 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 49,38,641 રિકવર થયા : વધુ 1123 લોકોના મોત સાથે મૃત્યુઆંક 94,533 થયો access_time 1:03 am IST