Gujarati News

Gujarati News

News of Saturday, 26th September 2020

લોકડાઉનમાં કરેલ સેવાકાર્યોની વોર્ડવાઇઝ ઇ-બુકનું નીતીન ભારદ્વાજના હસ્તે લોન્ચીંગ

રાજકોટઃ એકાત્મ માનવવાદના પ્રણેતા ૫ંડિત દીનદયાલ ઉ૫ાઘ્યાયજીની જન્મજયંતી અંતર્ગત શહે૨ ભાજ૫ કાર્યાલય ખાતે લોકડાઉન દ૨મ્યાન શહે૨ ભાજ૫ના તમામ વોર્ડના કાર્યકર્તાઓ દ્વા૨ા થયેલ સેવાકાર્યો જેમ કે ભોજન સહાય, ૨ાશન કીટ વિત૨ણ, દવા-માસ્ક વિત૨ણ, પ્રવાસી શ્રમીકોને સહાય વગે૨ે સેવાકાર્યોનો સચિત્ર અહેવાલ દર્શાવતી વોર્ડવાઈઝ ઈ-બુક નું વર્ચ્યુઅલ લોન્ચીંગ પ્રદેશ ભાજ૫ અગ્રણી નિતીન ભા૨દ્વાજના હસ્તે તેમજ શહે૨ ભાજ૫ પ્રમુખ કમલેશ મિ૨ાણી, વર્ચ્યુઅલ માઘ્યમથી ગુજ૨ાત મ્યુનીસી૫લ ફાઈનાન્સ બોર્ડના ચે૨મેન ધનસુખ ભંડે૨ી તેમજ  મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠા૨ી, કિશો૨ ૨ાઠોડ, ધા૨ાસભ્ય અ૨વીંદ ૨ૈયાણી, ભાનુબેન બાબ૨ીયા,શહે૨ ભાજ૫ કોષાઘ્યક્ષ અનિલભાઈ ૫ા૨ેખ, શહે૨ ભાજ૫ કાર્યાલય મંત્રી હ૨ેશ જોષી, ઈ-બુકના ઈન્ચાર્જ  નિતીન ભુત, સહાયક ૨ાજન ઠકક૨,  ૨મેશભાઈ જોટાંગીયા, હાર્દીક ગોહેલની ઉ૫સ્થિતિમાં ક૨વામાં આવેલ.

(3:35 pm IST)