Gujarati News

Gujarati News

News of Saturday, 26th September 2020

આવતા અઠવાડીએ સીમાંકનના આખરી આદેશઃ મતદાર યાદી પ્રસિધ્ધી

કોર્પોરેશન અને તાલુકા-જિલ્લા પંચાયતોની ચૂંટણીની તૈયારીને વેગ આપતુ ચૂંટણી પાંચ : વાંધા-સૂચનોનો નિકાલ આખરી આદેશમાં જઃ બેઠકોના રોટેશન બાબતે વ્યકિતગત જવાબ આપવાનું શરૂ

રાજકોટ તા. ર૬ :.. રાજય ચૂંટણી પંચ દ્વારા તાલુકા-જીલ્લા પંચાયતો અને મ્યુ. કોર્પોરેશનોની ચૂંટણીની તૈયારીને વેગ આપવામાં આવ્યો છે.

રાજયમાં રાજકોટ સહિત છ મહાનગરો ૩૧ જીલ્લા પંચાયતો અને ર૩૦ જેટલી તાલુકા પંચાયતો સહિતની સ્થાનીક સ્વરાજયની સંસ્થાઓમાં નવેમ્બર-ડીસેમ્બર ચૂંટણી કરવા પાત્ર થાય છે.

જે મહાનગર કે પંચાયતની હદમાં ફેરફાર થયેલ ત્યાં નવા સીમાંકન માટે ગઇ તા. ૩ નાં રોજ પ્રાથમિક આદેશ બહાર પાડવામાં આવેલ. હવે આવતાં અઠવાડીયે આખરી આદેશ અને પ્રાથમિક મતદાર યાદીની પ્રસિધ્ધી થનાર છે.

રાજકોટ મહાનગર અને જીલ્લા પંચાયત બન્નેની હદમાં ફેરફાર થયો છે. આવી જેટલી સંસ્થાઓ છે.

ત્યાં નવુ સીમાંકન કરવામાં આવ્યુ છે. જેના માટે પ્રાથમિક આદેશ બહાર પાડયા બાદ વાંધા સુચનો મંગાવાયેલ રાજકિય પક્ષો સાથે ઓનલાઇન પરામર્સ કરવામાં આવેલ.

સીમાંકન બાબતે જે વાંધા સુચનો આવ્યા છે તેનો જે તે કલેકટરનાં અભિપ્રાયનાં આધારે અભ્યાસ કરી આખરી નિર્ણય કરાશે.

આવતાં અઠવાડીયે સીમાંકન બાબતનું આખરી જાહેરનામુ બહાર પાડવામાં આવે ત્યારે વાંધા સુચનો કરનારને પોતાની રજૂઆતનાં પરિણામનો ખ્યાલ આવી જશે.

બેઠકોનાં જ્ઞાતિ આધારીત રોટેશન બાબતે વાંધા-સુચનો માંગવાની જોગવાઇ નથી છતાં કેટલીક બેઠકો અંગે વાંધા સૂચનો આવતાં ચૂંટણીપંચ દ્વારા જે તે રજૂઆત કરનાર વ્યકિત કે પક્ષને નિયમોની જોગવાઇ ટાંકીને જવાબો આપવાની કાર્યવાહી ચાલુ છે.

આવતાં અઠવાડીયે વિધાનસભાની મતદાર યાદીનાં આધારે પ્રાથમિક મતદાર યાદી પ્રસિધ્ધ કરાશે. જેનાં અનુસંધાને મતદારો પોતાની કોઇ રજૂઆતો હોય તો કહી શકશે.

અત્રે ઉલ્લેખનીય છે કે ર૦૧પ નાં વર્ષમાં તા. રર નવેમ્બરે કોર્પોરેશનોનું ત્થા ર૯ નવેમ્બરે તાલુકા જીલ્લા પંચાયતોનું મતદાન થયેલ બંન્નેનું પરિણામ ૬ ડીસેમ્બરે જાહેર થયુ હતું.

આ વખતે ચૂંટણી સમયસર યોજાય તો આ તારીખોની નજીકનું જ સમય પત્રક જળવાઇ રહેશે.

(3:33 pm IST)