Gujarati News

Gujarati News

News of Saturday, 26th September 2020

દુધની ડેરી પાસે થયેલ હત્યા-મારામારીના કેસમાં આરોપીઓના આગોતરા જામીન મંજુર

રાજકોટ,તા.૨૬ : દુધની ડેરી પાસે છાસ વેચવાની તકરારમાં થયેલ હત્યા અને મારામારીના ગુનામાં આગોતરા જામીન મંજુર કરવાનો સેસન્સ કોર્ટે હુકમ કર્યો હતો.

આ કેસની ટુંકમાં હકીકત એવી છે, કે તા.૨/૮/૨૦૨૦ના રોજ ફરીયાદી વસીમભાઇ ઉર્ફે ચકો અબ્દુલભાઇ ખૈબરે પોતાને તથા તેમના કુટુંબોને લોંખડના પાઇપ, ધારીયા, છરી અને લાકડીથી માર માર્યા અંગેની ફરીયાદી આરોપી (૧) આરીફ ગુલામહુશેન ચાવડા (૨) આબીદ ગુલામહુસેન ચાવડા  (૩) ઇરફાન ગુલામહુસેન ચાવડા (૪) મુસ્તાક ગુલામહુસેન ચાવડા (૫) ગુલામહુસેન ચાવડા વિરૂધ્ધ થોરાળા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવેલ હતી.

આ કામના આરોપીઓને પણ મુળ ફરીયાદ પક્ષનાં લોકોએ ઇજા પહોંચાડેલ હતી જેમા આરોપી પક્ષના આરોપી નં. ૧ આરીફ ગુલામહુસેન ચાવડાનું ઇજાના કારણે મૃત્યુ નીપજેલ હતુ આમ આ કેસના મુળ ફરીયાદી પક્ષ સામે પણ ખુન કેસની ફરીયાદ નોંધાવેલ છે જ્યારે હાલનાં આરોપીઓ વિરૂધ્ધ માર મારવાની અને ગેરકાયદેસર મંડળી રચી મુળ ફરીયાદીના ઘરમાં અપપ્રવેશ કરવાની ફરીયાદી નોંધાયેલ હતી જે ગુનામાં હાલનાં આરોપીઓને પોલીસ અટક કરશે તેવી દેશહત રહેલ હોવાથી ચારેય આરોપીઓએ આગોતરા જામીન મેળવવા માટે સેસન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરેલ હતી. જે અરજીમાં આરોપીનાં એડવોકેટએ એવી દલીલ કરેલ હતી કે હાલનાં આરોપી પક્ષ પર હુમલો કરવામાં આવેલ છે. હાલના આરોપી પક્ષે એક વ્યકિતએ જીવ ગુમાવેલ છે. જે હકીકતને ધ્યાને લઇને પણ હાલનાં આરોપીઓનાં આગોતરા જામીન મંજુર કરવા જોઇએ જે દલીલોને ધ્યાને લઇને નામદાર સેસન્સ કોર્ટે ચારેય આરોપીઓને આગોતરા જામીન પર મુકત કરવાનો હુકમ કરેલ હતો.

આ કામના આરોપીઓ (૧) આબીદ ગુલામહુસેન ચાવડા  (૨) ઇરફાન ગુલામહુસેન ચાવડા (૩) મુસ્તાક ગુલામહુસેન ચાવડા (૪) ગુલામહુસેન ચાવડા તરફે એડવોકેટ તરીકે વિજય પટેલ, કલ્પેશ નસીત, જીજ્ઞેશ વિરાણી, શ્રૈયશ શુકલ, નીલ શુકલ, નૈમિષ જોષી, કૃણાલ દવે, ચેતન પુરોહીત રોકાયા હતા.

(3:32 pm IST)