Gujarati News

Gujarati News

News of Saturday, 26th September 2020

હરસ, ભગંદર, ફીશરના રોગોની સારવાર કરનાર

વિખ્યાત પ્રોકટોલોજીસ્ટ ડો.વેકરીયાની સુશ્રુત પાઈલ્સ હોસ્પિટલનો કાલે ૩૫માં વર્ષમાં પ્રવેશ

ધન્વંતરી એવોર્ડ, લાઈફ ટાઈમ એચીવમેન્ટ એવોર્ડ, એમીનન્સ એવોર્ડ સૌરાષ્ટ્રના બેસ્ટ પ્રોકટોલોજીસ્ટ એવોર્ડ મળી ચુકયા છેઃ સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ અત્યાધુનિક અમેરીકન અલ્ટ્રાસોનીક ફોકસ ટેકનોલોજી દ્વારા સરળ સારવાર ઉપલબ્ધ

રાજકોટઃ ડો.એમ.વી. વેકરીયાએ મળમાર્ગના જટીલ દર્દોથી પીડાતા દર્દીઓને રાહત પહોંચાડવા માટે જાપાનીઝ, જર્મન તેમજ અમેરીકન એડવાન્સ ટેલનોલોજીઓનો સમાવેશ કરી સાથે આપણી પ્રાચીન આયુર્વેદ ક્ષારસૂત્રનો અને પોતાના અનુભવનો સુભગ સમન્વય કરીને આ રોગોની સફળતાપૂર્વક સારવાર વડે દર્દીઓને ૩૪ વર્ષથી સારવાર કરી રહ્યા છે. અમેરીકન- ઈથીકોન કંપનીનું લેટેસ્ટ- અલ્ટ્રાસોનીક હાર્મોનિક ફોકસ મશીન, જાપાનીઝ હેલ ટેકનોલોજી, જર્મન- ઈન્ફ્રારેડ કોએગ્યુલેશન મશીન, યુ.એસ.એ.ની સ્ટ્રેપ્લર સારવાર, ક્રાર્યો મશીન, સકશન આર.બી., કોરીયાની લેસર વેસલ સીલર, એલ.એસ.ટી. તેમજ આપણી ભારતીય ક્ષારસૂત્ર- થેરાપી દ્વારા તેઓ હરસ- ભગંદર ફીશર જેવા મળમાર્ગના જટીલ રોગોની ઉત્તમ અને શ્રેષ્ઠ સારવાર આપી રહ્યા છે. આજ સુધીમાં તેઓએ ૨૭૦૦૦થી વધુ સર્જરીઓ કરી છે.

શહેરના એસ્ટ્રોન ચોકમાં આવેલ ડો.એમ.વી. વેકરીયાની 'સુશ્રુત' પાઈલ્સ હોસ્પિટલ આ ૨૭મી સપ્ટેમ્બરે ૩૫માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહેલ છે. હરસ- મસા- ભગંદર જેવા અત્યંત પીડાકારક દર્દોની સારવારના ક્ષેત્રે સફળ સાડા ત્રણ દાયકા પુરા કરી ચુકેલ 'સુશ્રુત' પાઈલ્સ હોસ્પિટલનું ઉદ્ઘાટન અક્ષરનિવાસી પ.પૂ.શાસ્ત્રી શ્રી ધર્મજીવનદાસજીનાં હસ્તે શુભાશિષ સાથે આજથી ૩૪ વર્ષ પહેલા થયેલ. એક દાયકા અગાઉ તા.૧૪ ફેબ્રુઆરી- ૨૦૧૦ના રોજ સુશ્રુત પાઈલ્સ હોસ્પિટલનું  રીનોવેશન અને નવ પ્રસ્થાન- દિપપ્રાગટય મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી, સુપ્રસિધ્ધ ધારાશાસ્ત્રી અને સાંસદશ્રી અભયભાઈ ભારદ્વાજ, કોર્પોરેશન ફાઈનાન્સ બોર્ડના ચેરમેન શ્રી ધનસુખભાઈ ભંડેરી તથા પૂર્વ રાજકોટ ભાજપ અધ્યક્ષશ્રી નીતિનભાઈ ભારદ્વાજના હસ્તે થયેલ અને પૂજનવિધિ તેઓના માતા- પિતા અને પૂ.અપૂર્વ સ્વામીના હસ્તે સંપન્ન થયેલ.

ડો.એમ.વી.વેકરીયાએ આજ સુધી ૨૫૩ જેટલા ફ્રી નિદાન કેમ્પોમાં તેમની સેવાઓ આપી છે. આર્થીક રીતે ગરીબ જરૂરીયાતમંદ દર્દીઓને અત્યાધુનિક એડવાન્સ અને કિંમતી ટેકનોલોજી દ્વારા રાહત દરે નિદાન સારવાર કાયમી ધોરણે આપી રહ્યાં છે. ડો.વેકરીયાના પુત્ર ડો.બાહુલ વેકરીયા પ્રખ્યાત યુ.એન.મહેતા, બી.જે.મેડીકલ કોલેજમાં કાર્ડિયો થોરેસીક વાસ્કયુલર સર્જરી (એમ.સી.એચ.)માં અભ્યાસ કરી રહ્યાં છે. ડો.બાહુલ વેકરીયાના ધર્મપત્નિ ડો.વિશ્વા વેકરીયા રેડીયોલોજીસ્ટ તરીકે તે જ ઈન્સ્ટીટયુટમાં પ્રોફેસર તરીકે સેવા આપી રહ્યા છે.

હરસ- ભગંદર- ફીશરની સરળ સારવાર માટે ર્સૌરાષ્ટ્રમાં જ નહીં પરંતુ ગુજરાતમાં સૌપ્રથમ વાર ડો.એમ.વી.વેકરીયાએ યુ.એસ.એ.ની ઈથીકોન કંપનીનું અતિઆધુનિક અલ્ટ્રાસોનીક હાર્મોનિક ફોકસ- સ્કાલપેલ મશીન લાવ્યા હતા. આ હાર્મોનિક સ્કાલપેલ ટોટલી ઓટોમેટીક મશીન છે, જેની ડિઝાઈન એકદમ કોમ્પેકટ છે. તેમાં એવો કોમ્પ્યુટરાઈઝડ સોફટવેર પ્રોગ્રામ છે, જેમાં કોઈ નવા રિસર્ચ ભવિષ્યમાં થાય તો તે સોફટવેર પ્રોગ્રામ તેમા અપડેટ થઈ શકે છે અને એકદમ પરફેકટ, માઈક્રો ડીસેકશન થઈ શકે છે. તે લાર્જ વેસેલ અને સીલીંગ કેપીસીટી ધરાવે છે. આ મશીન ટચ સ્ક્રીનથી ઓપરેટ થાય છે. આ મશીનનો મુખ્ય ફાયદો એ છે કે તે અલ્ટ્રાસોનિક દ્વારા સીલીંગ સાથે જ કટીંગ કરે છે. તેમાં ઈલેકટ્રીસીટીનો ઉપયોગ ન થતો હોવાથી બીજી બધી જ ટેકનોલોજી કરતા આજુબાજુના ટીસ્યુ મ્યુકોઝા ચામડીને નહીવત ડેમેજ કરે છે, જેથી બ્લડ લોસ અને બર્નીગ નહીવત થાય છે અને હીલીંગ ઝડપથી થાય છે. આ મશીનથી બાળકો, મોટી ઉંમરના દર્દીઓ, પ્રેગ્નન્ટ લેડીઝ, બી.પી. કે હાર્ટએટેકના રોગોથી પીડાતા દર્દીઓનું પણ નહીવત આડઅસરથી ઓપરેશન થઈ શકે છે.

ડો.એમ.વી.વેકરીયાએ ૨૦૦૩માં જહોનસન એન્ડ જહોનસન મેડીકલ ઈન્સ્ટીટયુટ, મુંબઈ ખાતે MIPH સ્ટેપ્લર ટેકનોલોજીનો અભ્યાસ કરેલ છે અને HAL જાપાન ટેકનોલોજીનો અભ્યાસ ઓસ્ટ્રીયામાં કરેલ છે. તેમણે વેસલ સીલર અને પ્લગ ટેકનીક તથા અલ્ટ્રાસોનીક હાર્મોનિક ફોકસ-  સ્કાલપેલનો અભ્યાસ જર્મની ખાતે વોએઝબર્ગ યુનિવર્સીટીમાં ૨૦૧૨માં ટ્રેનીંગ  કોર્સ પૂર્ણ કરીને તેમની અનેક ઉપલબ્ધિઓમાં વધુ એકનો વધારો કરી તેઓની યશકલગીમાં ઉમેરો કર્યો છે. ૮ વર્ષ પહેલા તેઓને નાસિક ખાતે એનોરેકટલ કોન્ફરન્સમાં લાઈફ ટાઈમ એચીવમેન્ટ એવોર્ડ પણ પ્રાપ્ત થયો હતો. તેઓએ ઈન્ટરનેશનલ કોન્ફરન્સમાં ધનવન્તરી એવોર્ડ મેળવી રાજકોટનું ગૌરવ વધાર્યુ છે. તાજેતરમાં તેમને શિક્ષણ મંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને શેહઝાન પદમશીના હસ્તે સૌરાષ્ટ્ર રીજીયન માટે એમીનન્સ એવોર્ડ અને ર્સૌરાષ્ટ્રના બેસ્ટ પ્રોકટોલોજીસ્ટ એવોર્ડ-૨૦૧૯ પણ એનાયત થયો છે. હાલમાં તેઓશ્રી છેલ્લી ૪ ટર્મથી રાજકોટ શહેર ભાજપ ડોકટર સેલના સહકન્વીનર, ગુજરાત મેડીકલ બુલેટીનના મેનેજીંગ સહતંત્રી અને કાલાવડ રોડ- યુનિવર્સીટી રોડ ડોકટર એસોસિયેશનના પૂર્વ પ્રમુખ અને હાલમાં ઘણા વર્ષોથી ચેરમેન તરીકેના પદો શોભાવી રહ્યા છે. તેમજ રાજકોટ ડોકટર્સ ફેડરેશનમાં ફાઉન્ડર મેમ્બર્સ અને ચીફ એડવાઈઝર તરીકે સેવા આપી રહ્યા છે.

અક્ષરનિવાસી પ.પૂ.સ્વામી પ્રમુખ સ્વામી મહારાજ, સ્વામીશ્રી ધર્મજીવનદાસજી તેમજ દ્વારકાપીઠના જગદ્ગુરૂ શ્રી શંકરાચાર્યજી મહારાજ, સ્વામી શ્રી ત્યાગવલ્લભજી, પણ  વખતોવખત ઉપસ્થિત રહી શુભેચ્છા પાઠવી હતી.

(2:47 pm IST)