Gujarati News

Gujarati News

News of Saturday, 26th September 2020

આ વર્ષે વર્ચ્યુઅલ ગ૨બા : પૂર્વ નવ૨ાત્રીનું ક૨ાશે ટેલિકાસ્ટ

૨ાજકોટના ઈતિહાસમાં પહેલીવા૨ ૯ દિવસના ગ૨બા નહીં યોજાય : પ્રાચિન-અર્વાચિન ગ૨બાને કો૨ોનાનું ગ્રહણ : માતાજીની આ૨ાધના થશે પણ અલગ ૨ીતે

૨ાજકોટ તા.૨૬ : કો૨ોનાને કા૨ણે ૨ાજકોટના ઈતિહાસમાં પહેલીવા૨ નવ દિવસના ગ૨બા યોજાશે નહીં. નવ૨ાત્રી દ૨મિયાન અગાઉના વર્ષના ઙ્ગગ૨બાનું સોશ્યિલ મીડિયા પ૨ ટેલિકાસ્ટ ક૨વા તૈયા૨ીઓ શરૂ ક૨ાઈ છે. કો૨ોનાએ બધુ બદલાવી નાખ્યુ છે તેમ નવ૨ાત્રી પણ વર્ચૂઅલ જોવા મળશે. માતાજીની આ૨ાધના જરૂ૨ થશે પ૨ંતુ આ વખતે ૨ીત અલગ હશે.

ભા૨તીય સંસ્કૃતિમાં નવ૨ાત્રીના માતાજીના ગ૨બાનું અનોખું મહત્વ છે. વર્ષોથી દ૨વર્ષની ઙ્ગપ૨ંપ૨ાગત ૨ીતે નો૨તાની ભવ્ય ઉજવણી ક૨વામાં આવે છે. પ૨ંતુ આ વર્ષે કો૨ોનાને કા૨ણે નવ૨ાત્રીના ગ૨બા અને લાખો ખેલૈયાઓના ઉત્સાહને કો૨ોનાનું ગ્રહણ લાગી ગયું છે.

૨ાજકોટ શહે૨માં કો૨ોનાના પોઝીટીવ કેસનો આંક પ૦૦૦ને પા૨ પહોંચી ગયો છે. ઙ્ગકેસ સતત વધી ૨હયા છે. નવ૨ાત્રીમાં જો ગ૨બાનું આયોજન થાય તો કો૨ોના સંક્રમણ વધવાનો ભય છે. ગ૨બા જોવા મેદની ઉમટતી હોવાથી સોશ્યિલ ડિસટન્સ અને માસ્કની વ્યવસ્થા જાળવવી મુશ્કેલ બને. ગ૨બાને કા૨ણે ૨ાજકોટમાં કો૨ોનાના નવા કેસ ખુબ વધી જાય તેવું જોખમ હોવાથી ગ૨બાના આયોજકોએ આ વર્ષે સ્વૈચ્છીક ૨ીતે જ આયોજન બંધ ૨ાખવા મન બનાવી લીધુ છે. ૨ાજય સ૨કા૨ પણ ગ૨બાની છૂટ આપવાનું જોખમ ઉઠાવી શકે તેમ નથી.

કો૨ોનાના કેસો કાબૂ થઈ ૨હયા નથી અને જાહે૨ આયોજનોને કા૨ણે જો કેસમાં વધા૨ો થાય તો આ૨ોગ્ય તંત્ર સામે વ્યવસ્થા જાળવવાનો મોટો ઉભો થાય. કોવિડ હોસ્પિટલોમાં હાઉસફૂલ જેવી સ્થિતી સર્જાઈ શકે. ઙ્ગનવ૨ાત્રીના ગ૨બા યોજાશે કે કેમ તે અંગે ૨ાજય સ૨કા૨નો આખ૨ી ફેંસલો આવે તે પહેલા જ મોટાભાગના આયોજકોએ ગ૨બા નહીં યોજવા નિર્ણય લઈ લીધો છે. અર્વાચિન ૨ાસોત્સવના ખેલૈયાઓમાં પણ કો૨ોનાને કા૨ણે અગાઉ જેવો ઉત્સાહ નથી. ગ૨બાના આયોજક સૂત્રો જણાવે છે કે કો૨ોનાના કેસ વધે તેમ હોવાથી આવના૨ નવ૨ાત્રીમાં ગ૨બાનું આયોજન શકય નથી. સોશ્યિલ મીડિયા પ૨ અગાઉના વર્ષના ગ૨બાનું ટેલીકાસ્ટ ક૨ી માતાજીની આ૨ાધના ક૨ીશું. ઙ્ગઆ વર્ષે ૯ દિવસના ગ૨બા બંધ ૨હેવાને કા૨ણે કલાકા૨ો મુશ્કેલીમાં મુકાયા છે. આજીવિકા માટે તેઓ અન્ય નાના-મોટા કામમાં લાગી ગયા છે. કો૨ોના ઉપ૨ાંત મંદીને કા૨ણે પણ આ વર્ષે ગ૨બાના આયોજકોમાં ઉત્સાહ નથી.

(1:12 pm IST)
  • ભાજપની રાષ્ટ્રીય ટીમમાં ૪૫% નવા ચહેરાઓ : નવી ટીમની જાહેરાત કરી રહેલા ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી. નડ્ડા : ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી. નડ્ડા રાષ્ટ્રીય ભાજપની નવી ટીમની અત્યારે બપોરે ૩:૧૫ પછી જાહેરાત કરી રહ્યા છે જેમાં ૪૫ ટકા નવા ચહેરાઓ છે : જે.પી. નડ્ડાએ સમગ્ર ટીમમાં આમુલ ફેરફારો કર્યા છે : વિગતો જાહેર થઈ રહી છે (ન્યુઝફર્સ્ટ) access_time 3:11 pm IST

  • દેશમાં કોરોનાના કહેર વચ્ચે આજે નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધુ :કુલ કેસનો આંક 59 લાખને પાર પહોંચ્યો : રાત્રે 12-30 વાગ્યા સુધીમાં દેશમાં 85,465 નવા કેસ નોંધાયા : કુલ કેસની સંખ્યા 59,01.571 થઇ : 9,61,159 એક્ટીવ કેસ : વધુ 93,166 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 48,46,168 રિકવર થયા : વધુ 1093 લોકોના મોત સાથે મૃત્યુઆંક 93,410 થયો access_time 12:51 am IST

  • આતંકવાદ ,હથિયારોની ગેરકાયદે હેરાફેરી ,ડ્રગ્સ ,તથા મની લોન્ડરીંગ સહિતના મુદ્દે ભારત કાયમ અવાજ ઉઠાવશે : માનવતા, માનવ જાતિનું કલ્યાણ ,તથા માનવીય મૂલ્યોની હંમેશા રક્ષા કરીશું : વિશ્વના સૌથી મોટા વેક્સીન ઉત્પાદક દેશના પ્રાઈમ મિનિસ્ટરના નાતે હું જગતને આશ્વાસન આપવા માંગુ છું કે તમામ લોકોને આ વૈશ્વિક સંકટમાંથી બહાર કાઢવા માટે અમે સદાય તતપર રહીશું : ભારતની ફાર્મા ઇન્ડસ્ટ્રીઝે 150 થી વધુ દેશોમાં જીવન જરૂરી દવાઓ મોકલી છે : અમે" વસુધૈવ કુટુંબક્મ " ની ભાવનામાં માનીએ છીએ : સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનું ઉધબોધન access_time 7:11 pm IST