Gujarati News

Gujarati News

News of Thursday, 26th September 2019

સરકારી આયુર્વેદ દવાખાના દ્વારા ઉકાળાનું વિતરણ

રાજકોટ : આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, નિયામક શ્રી આયુષ ગાંધી નગર અંતર્ગત આયુર્વેદ શાખા જિ. પં. રાજકોટ ના જી. આયુર્વેદ અધિકારી શ્રી વૈદ્ય આર. કે. કાલરીયાના માર્ગદર્શન હેઠળ સરકારી આયુર્વેદ દવાખાના ખેરડી મે. ઓ. વૈદ્ય ભાનું મહેતા, અને સિવિલ રાજકોટના મે. ઓ. વૈદ્ય ભારતીબેન જેઠવા દ્વારા રાજકોટ શહેર ભાજપ ડોકટર સેલના સહયોગથી પંડિત દીનદયાળ ઉપાધ્યાય ના જન્મ દિવસ નિમત્ત્।ે પછાત વિસ્તારમાં આવેલી ચામુંડા સોસાયટી, રણછોડદાસ આશ્રમ પાસે ઋતુ જન્ય રોગ પ્રતિરોધક અમૃત પેય ઉકાળા નું લાઈવ વિતરણ તેમજ આયુર્વેદ પ્રચાર પ્રસાર ની માહિતી આપતી પત્રકાઓનું વિતરણ કરવામાં આવ્યું. વૈદ્ય રાજેશ દ્યીયાડ મે. ઓ. ધોરાજી વૈદ્ય બી. એસ. અજાણી, નિવૃત્ત્। મે. ઓ. નો સહકાર મળેલ. આ કાર્ય ક્રમમાં સર્વશ્રી ધારાસભ્ય અરવંદભાઇ રૈયાણી, અશ્વિન મોલિયા, ડે. મેયર રાજકોટ, કમલેશ મીરાણી, ભાજપ પ્રમુખ,  કિશોરભાઈ રાઠોડ, મહામંત્રી ભાજપ, દલસુભાઈ જાગણી, કોર્પોરેટર, ગેલભાઈ રબારી, કોર્પોરેટર, રમેશભાઈ અકબરી,  સંજય ગોસ્વામી, પ્રભાતભાઈ કુગાશિયા, ઘનશયામભાઈ કુગાસિયા,  રસિકભાઈ પટેલ, અનિલભાઈ મકવાણા વગેરે ઉપસ્થીત રહ્યાં. એક હજાર લોકોને ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યુ હતું.

(3:32 pm IST)