Gujarati News

Gujarati News

News of Thursday, 26th September 2019

મવડીમાં સર્વે નં.૯૦/૧ની જમીન ઉપરના બિલ્ડરના પ્રોજેકટ સંબંધે કોર્ટનો સ્ટેટ સ્કવો

બિલ્ડર અને મ્યુનિ કોર્પો.ને જોડીને વકીલે કરેલ દાવામાં કોર્ટનો હુકમ

રાજકોટ તા.૨૬: ચકચારી મવડીના રે.સ.નં.૯૦/૧ના પ્લોટ નં.૬૦ (૧૫ + ૨૦/ડી) માં થઇ રહેલ બાંધકામ બંધ કરવા કોર્ટ મનાઇ હુકમ ફરમાવેલ.

રાજકોટના સમાવિષ્ટ થયેલ ગામ મવડીના રે.સ.નં.૯૦/૧ના સબ પ્લોટ નં.૬૦ (૧૫+ ૨૦/ડી)ની જમીન ચો.વા.આ.૧૫૦-૦૦ જે જમીન વર્ષ-૨૦૦૭ થી વિજય પી.દવે એડવોકેટ વિગેરેનાની માલીકી કબજા ભોગવટાની આવેલ છે. અને આ પ્લોટ અંગે રેવન્યુ રેકર્ડમાં પણ અપીલ પેન્ડીંગ છે. સદરહુ પ્લોટમાં ગેર રજુઆતો કરીને, ખોટા દસ્તાવેજો  બનાવીને કાયદા વિરૂધ્ધ રાજકોટ મ્યુની.કોર્પોરેશન સાથે પણ છળકપટ કરીને હાલના કહેવાતા બિલ્ડર અશોક વાલજી મોરીઘરા એ ''વ્રજવિલા'' ના નામથી પ્રોેજેકટ બનાવી ફલેટોનું આયોજન કરવા સબબ બાંધકામ કરતા હોય આવી તમામ કાર્યવાહી પ્રથમથી જ નલ એન્ડ વોઇડ હોવાથી તેમજ રાજકોટ દિવાની કોર્ટમાં ચાલતા કેસમાં કામચલાઉ મનાઇ હુકમ હોવા છતા પણ આવી મનાઇ હુકમની સત્ય હકીકતો છુપાવીને ગેરરજુઆતો કરીને રાજકોટ મ્યુનીસીપલ કોર્પોરેશનમાંથી બાંધકામ અંગેની જરૂરી મેળવીને ''વ્રજવિલા''ના નામે આયોજન કરીને ફલેટ હોલ્ડરો પાસેથી રકમ ઉઘરાવીને બાંધકામ કરતા હોય જેની જાણ અમો વાદીને થતા અમો વાદીએ રાજકોટ મ્યુનીસીપલ કોર્પોરેશનને તા.૦૮-૪-૨૦૧૯ના રોજ દસ્તાવેજી પુરાવાઓ સહીતની લેખીત રજુઆત બાંધકામ અટકાવવા અંગે કરેલ.

રાજકોટ મ્યુનીસીપલ કોર્પોરેશન દ્વારા પ્રતિવાદી નં.૧ અશોક વાલજી મોરીઘરાને બાંધકામ બંધ  કરવા અંગે રાજકોટ મ્યુનીસીપલ કોર્પોરેશને જાણ કરેલી આમ છતા બીલ્ડર દ્વારા બાંધકામ બંધ કરવામા ન આવતા અમો વાદીએ રાજકોટની સીવીલ કોર્ટમાં બીજો નવો દાવો અશોક વાલજી મોરીધરા તથા રાજકોટ મ્યુનીસીપલ કોર્પોરેશન સામે વિજ્ઞાપન તથા કામચલાઉ મનાઇ હુકમ મેળવવા અરજન્ટ દાવો દાખલ કરેલ કોર્ટે બન્ને પક્ષકારોને સાંભળીને તાત્કાલીક અસરથી પ્રતિવાદી નં.૧ અશોક વાલજી મોરીધરા વિરૂધ્ધ કામચલાઉ મનાઇ હુકમ એટલે કે બાંધકામ સ્થગીત કરવા/સ્ટેટસ્કોનો હુકમ સીવીલ જજ શ્રી ખ્રિસ્તીએ ફરમાવેલ છે. અને આ મનાઇ હુકમથી તાત્કાલીક બાંધકામ બંધ કરવા હુકમ કરેલ છે.

આ કામમાં વાદી એડવોકેટ વિજય પી.દવે વિગેરે વતી રાજકોટના એડવોકેટ શ્રી જયેશ એન.અતીત તથા ધવલભાઇ તથા હર્ષદભાઇ એસ.માણેક રોકાયેલા છે.

(3:32 pm IST)