Gujarati News

Gujarati News

News of Thursday, 26th September 2019

વિજ્ઞાન જાથા કહે છે.. પ્લીઝ ધુણવ રાસ બંધ રાખજોઃ શરીરમાં ધુણવું - સવારી આવવી... મહાડિંડક

ધૂણવાના રાસથી બાળાઓને માનસિક હાનિ થાય છે. માનસિક દર્દનાક રોગને આમંત્રણ આપે છે. બાળમાનસ ઉપર અંધશ્રદ્ઘા પ્રેરક વિપરીત અસરોથી માનસિક રોગની સંભાવના સર્જાય છે. ડીસોસીએટીવ ડિસઓર્ડર, ઓબ્જેશન, હિસ્ટેરીયા, ભયભીત, વળગાડ જેવા રોગ થાય છે. માસહેસ્ટેરીયા અને માનસિક નબળા લોકો હિપ્નોટાઈઝ થઈ ધૂણે છેઃ વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડયા

રાજકોટઃ  ભારત જન વિજ્ઞાન જાથાના મત મુજબ ધુણવું, સવારી આવવી મહાડિંડકની વ્યાખ્યામાં આવે છે. ર૯ મી સપ્ટેમ્બર થી ૭મી ઓકટોબર દરમ્યાન દેશભરમા નવરાત્રિ મહોત્સવની ઉજવણી થનાર છે. તેમાં પ્રાચીન ગરબીમાટ્ટ ધૂણવાનો રાસ બંધ રાખી ૨૧ મી સદીને અનુરૂપ વર્તન કરવા વિજ્ઞાન જાથા અનુરોધ કરે છે. ધૂણવાના રાસથી બાળાઓને અનેક પ્રકારે હાનિ થાય છે તેથી આયોજકો ગરબીમા! બંધ રાખી નવાંગતુક રાસ યોજે તેવી અપીલ/કરવામાં આવી છે.

જાથાના રાજય ચેરમેન અને એડવોકેટ જયંત પંડયાએ જણાવ્યું કે ધૂણવાનો રાસ બંધ કે દૂર કરવાથી શ્રદ્ઘા, ભકિતમાં કોઈ અવરોધ ઉભો થવાનો નથી. છેલ્લા સોળ વર્ષથી નવરાત્રિ મહોત્સવમાં પ્રાચીન ગરબીમા  ધૂણવાના રાસે કૌતુક ઉભુ કરી માસ હિસ્ટેરીયાને જન્મ આપ્યો છે. બાળમાનસ ઉપર અંધશ્રદ્ઘા પ્રેરક વિપરીત માનસિક અસરો થતી હોય ધૂણવાના રાસ કાયમી બંધ કરી નવતર રાસ-કાર્યક્રમો આપવા અપીલ કરવામાં આવી હતી. ધૂણવાનો રાસ અનેક પ્રકારે હાનીકારક સાબિત થયો છે. લાંબાગાળે માનસિક રોગની પૂરેપૂરી સંભાવના છે. માનસિક નબળી બાળાઓ હિપ્નોટાઈઝ થઈને ધૂણવા લાગે છે જે સિલસિલો રોગને આમંત્રણ આપે છે.

  જાથાના પંડયાએ વધુમા જણાવ્યું કે ગરબીમાં ધૂણવાના રાસ વખતે ગુગળ-અગરબત્ત્।ીનો ધુમાડો કરી વાળ ખુલ્લા રાખી ડોકું અનેક પ્રકારે હલાવવાનો પ્રયોગ કરવામાં આવે છે જેની સમય મર્યાદા નિશ્ચિત હોતી નથી. ધૂણવાનો રાસ વખતે મોટો માનવસમુહ એકત્રિત થઈ જતો હોય છે. તેથી ડાક વગાડનાર રંગતમાં આવી રાસને લંબાવે છે તેથી ધૂણતી બાળાઓને વધુ પ્રમાણમાં   કસરત, થાક, ધુમાડો અંગારવાયુ અને કાર્બન મોનોકસાઈડ લેવાના કારણે  ઘણી વખત બેશુદ્ઘ થઈ જાય છે. 

 ધૂણવાના કારણે માથાના ભાગે નીકળતી નસોને નુકશાન થતુ હોય ધૂણવાના રાસમાં બાળાઓને ઓકિસજન મળી રહે તેવી કોઈ વ્યવસ્થા હોતી નથી. બાળાઓના વાલીએ સજાગતા રાખી ધૂણવાના રાસથી દૂર રાખવું હિતાવહ કેટલાક આયોજકોએ અનુભવના અંતે આ રાસ દુર કર્યો છે.

 જાથાના પ્રયાસથી મોટાભાગની ગરબીઓમાં આયોજકોએ ધૂણવાના રાસની બાદબાકી કરી નાંખી છે તે સરાહનીય છે તેની જાથા કદર  કરે છે છતા પણ રાજયમાં જીલ્લા મથકોએ કાર્યકારી કમિટી બનાવી ધૂણવાના રાસ સંબંધી આયોજકો સાથે  વિચાર-વિમર્શ કરશે તે જીલ્લા રાજકોટ, અમદાવાદ, ગાધીનગર, મહેસાણા, પાટણ, પાલનપુર, ભુજ-કચ્છ, મોરબી, જામનગર, દેવર્ભામિ દ્વારકા, ગીર સોમનાથ, જુનાગઢ, અમરેલી, બોટાદ, ભાવનગર, આણંદ, ખેડા, વડોદરા, ભરૂચ, નવસારી, વલસાડ, વાપી, ડાંગ, આહવા, ગોધરા વિગેરે સ્થળોએ સ્થાપાનિકોએ જાણકારી આપવાથી જાથા કાયદાની મર્યાદામા કામ કરશે તેની ખાત્રી આપવામાં આવે છે.

  જાથાના કાર્યકરો રાજુ યાદવ, અંકલેશ ગોહિલ, વિનુભાઈ ઉપાધ્યાય, દિનેશ હુંબલ, ઉમેશ રાવ, નિર્ભય જોશી, કિશોરગીરી ગોસાઈ, વિનોદ વામજા, જય મસરાણી, જગદીશ પારધી, અશ્વિનભાઈ લુહાર વગેરે કાર્યકરો કામગીરી કરવાના  છે. જાથાની વિચારધારા સાથે સંમત લોકોએ મો. ૯૮૨૫૨૧૬૨૮૯/૯૪૨૬૯૮૦૯૫૫ ઉપર સંપર્ક સાધવા યાદીમા જણાવાયું છે.

(3:58 pm IST)