Gujarati News

Gujarati News

News of Wednesday, 26th September 2018

રાજકોટમાં વધુ 2100 કિલો ગાંજા સાથે એકની ધરપકડ

જંગલેશ્વરમાંથી શરૂ થયેલા ગાંજા નેટવર્કની પોલીસ એક પછી એક કડી જોડે છે:મોટાપાયે નશાનો કારોબાર કેમ કોઈને ગંધ ન આવી ??

 

રાજકોટ :રાજકોટમાં કરોડો રૂપિયાના નશાના સામાન સાથે આરોપીઓ ઝડપાઇ રહ્યાં છે,રાજકોટ પોલીસે વધુ એક શખ્સને 2100 કિલો ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડ્યો છે. અગાઉ સમગ્ર કેસમાં પાંચ આરોપીઓની ધરપકડ કરાઈ છે

   રાજકોટ પોલીસની ટીમ દ્વારા ચોક્કસ બાતમીના આધારે આણંદના ડાલી ગામે રેડ પાડી ચેતનસિંહ નામના શખ્સને ઉઠાવ્યો હતો. પોલીસે ચેતનસિંહ પાસેથી 2100 કિલો ગાંજાનો જથ્થો પણ પકડી પાડ્યો હતો

 તપાસમાં બહાર આવ્યું કે ચેતનસિંહ વિજય ભૈયા સાથે કામ કરતો હતો. રાજકોટમાં જંગલેશ્વરમાંથી શરૂ થયેલા ગાંજા નેટવર્કની એક પછી એક કડી જોડીને પોલીસ આરોપીઓ સુધી પહોંચી રહી છે, પરંતુ સવાલ છે કે રાજ્યમાં આટલા મોટા પાયે નશાનો કારોબાર પગ પસેરો કરી ગયો અને કોઇને નશાના કારોબારની ગઁધ આવી

(12:03 am IST)