Gujarati News

Gujarati News

News of Wednesday, 26th September 2018

આજે વિશ્વ કેટરીંગ-ડે : સેવામય રીતે ઉજવાશે

રાજકોટ કેટરીંગ એસોસીએશનના સભ્યો 'અકિલા'ની મુલાકાતે : રાજકોટ કેટરીંગ એસોસીએશન દ્વારા બાલાશ્રમ અને વૃદ્ધાશ્રમમાં કેક અને અનાજ વિતરણ : સિલ્વર જ્યુબેલી વર્ષની પણ ઉજવણી : રાજકોટમાં એસો.ના ૨૨૫ સભ્યો : કિરીટભાઈ બુદ્ધદેવ

રાજકોટ, તા. ૨૬ : આજે વિશ્વ કેટરીંગ-ડે છે. કેટરીંગ વ્યવસાય સાથે જોડાયેલા વેપારીઓ દ્વારા કેટલાક વર્ષોથી આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.

''અકિલા'' કાર્યાલયની મુલાકાતે આવેલા રાજકોટ કેટરીંગ એસો.ના પ્રમુખ શ્રી કિરીટભાઈ બુદ્ધદેવએ જણાવ્યું હતું કે ''ફેડરેશન ઓલ ઓફ ઈન્ડિયા કેટરર્સ'' જે દેશના ૧૮ રાજયો સાથે જોડાયેલ છે. જેમાં ૩૮૦૦થી વધુ સભ્યો છે. જયપુરમાં ૨૬ સપ્ટેમ્બરના રોજ કેટરર્સોનું ત્રણ દિવસીય અધિવેશન મળેલ હતું. વર્ષ ૨૦૧૩માં મળેલ પ્રથમ મીટીંગમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે ૨૬મી સપ્ટેમ્બર વિશ્વ કેટરીંગ - ડે તરીકે ઉજવાશે. આ મીટીંગમાં દેશના રાજયોની વિવિધ સંસ્થાઓમાં અનુદાન કરી આ દિવસની ઉજવણી કરવી.

રાજકોટ કેટરીંગ એસોસીએશન દ્વારા આજે સાંજે બાલાશ્રમ, વૃદ્ધાશ્રમ તેમજ વિવિધ સંસ્થાઓમાં કેક અને અનાજનું વિતરણ રી આ દિવસની ઉજવણી કરનાર છે. રાજકોટ - ગુજરાતના કેટરર્સના એસો.નો સિંહફાળો છે.

જેમાં ગુજરાત કેટરીંગ એસો.ના પ્રમુખપદે શ્રી દિપકભાઈ સંઘવી (ફાઈવસ્ટાર કેટરીંગ), રાજકોટ કેટરીંગ એસો.ના પ્રમુખ શ્રી કિરીટભાઈ બુદ્ધદેવ (રચિત કેટરર્સ), કો-ઓર્ડીનેટર સેક્રેટરી શ્રી ચંદ્રેશભાઈ મહેતા, ટ્રેઝરર શ્રી અશ્વિનભાઈ શાહ (અમી કેટરર્સ), જોઈન્ટ સેક્રેટરી શ્રિ ચેતનભાઈ પારેખ (રાધે કેટરર્સ) તેમજ સભ્યો શ્રી અનિલભાઈ શીંગાળા (અમીષ કેટરીંગ), શ્રી જીતુભાઈ ત્રિવેદી (શનેશ્વર કેટરર્સ), શ્રી રાજુભાઈ રંગાણી (આકાશ કેટરર્સ), શ્રી હરેશભાઈ જોષી (જોષી કેટરર્સ) અને શ્રી ભાવીનભાઈ થાનકી (આશાપુરા કેટરર્સ) સહિતના સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે.

તસ્વીરમાં ''અકિલા'' પરિવારના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સાથે રાજકોટ કેટરર્સ એસો.ના સર્વેશ્રી કિરીટભાઈ બુદ્ધદેવ, ચંદ્રેશભાઈ મહેતા, અશ્વિનભાઈ શાહ અને ચેતનભાઈ પારેખ નજરે પડે છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(4:41 pm IST)