Gujarati News

Gujarati News

News of Wednesday, 26th September 2018

ઓશો વાટીકામાં કાલથી ઓશો ધ્યાન શિબિર

ચાર દિવસીય શિબિરનું મા ધ્યાન રસીલી કરશે સંચાલનઃ ટેકનોલોજી મેડીટેશન કંઈ રીતે થઈ શકે તેનું પણ ખાસ માર્ગદર્શન આપશે

રાજકોટ,તા.૨૬: શહેરની ભાગોળે કાલાવડ રોડ ઉપર બાલાજી વેફર્સ સામે વાયા વાગુદળ બાલસર રોડ ખાતે આવેલ નયનરમ્ય એવા ઓશોવાટીકા ખાતે આવતીકાલથી ત્રણ દિવસીય ઓશો ધ્યાન શિબિરનું આયોજન કરવામાં આવેલ છે.

આ ધ્યાન શિબિરનું સંચાલન રાજકોટના યુવા એવા મા ધ્યાન રસીલી  કરશે. આવતીકાલે ૨૭ મીના ગુરૂવારે સાંજના શિબિરનો પ્રારંભ થશે.

રવિવાર સુધી ચાલનાર આ ઓશો ધ્યાન શિબિરમાં મા ધ્યાન રસીલી દ્વારા એકટીવ અને પેશીવ મેડીટેશન તેમજ ધ્યાન કરવા માટે આજના હાઈપર યુગમાં ટેકનોલોજી મેડીટેશન કંઈ રીતે થઈ શકે તેનું પણ માર્ગદર્શન આપવામાં આવનાર છે.

આ શિબિરમાં ભાગ લેવા માટે ઉકત સ્થળે રૂબરૂ અથવા મો.૯૮૯૮૯ ૮૦૪૪૦/ ૯૯૭૮૪ ૮૦૮૨૯ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

તસ્વીરમાં મા ધ્યાન રસિલી સાથે મા પ્રેમ શિતલ અને પ્રેમ સ્વામી નજરે પડે છે.

(4:39 pm IST)