Gujarati News

Gujarati News

News of Wednesday, 26th September 2018

માનવ કલ્યાણ મંડળ દ્વારા ''ડાન્સ ફેસ્ટીવલ એન્ડ કોમ્પીટીશન''

 માનવ કલ્યાણ મંડળ ટ્રષ્ટ દ્વારા હેમુગઢવી હોલ ખાતે ગુજરાતમાં સર્વ પ્રથમ ''કલા-તિર્થ'' એવોર્ડ રાષ્ટ્રીય લેવલનો અને ભારતભરતના એવોર્ડ વીનર કલારત્નો ''નૃત્ય સુજન નેશનલ ડાન્સ ફેસ્ટીવલ-ર૦૧૮''નું આયોજન કરાયું હતું. યુવા અને સાંસ્કૃતિક વિભાગનાં ઉપક્રમે મૂલ્યવાન સુંદર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તમામ વિજેતા સ્પર્ધકોને દરેક કેડર વાઇઝ વિજેતાઓને એવોર્ડ, ટ્રોફી શીલ્ડ, ઇનામો અને પ્રમાણપત્ર આપવામાં આવ્યા. ભારતભરમાંથી આવેલા કલાગુરૂઓનું બહુમાન કરવામાં આવ્યું. નૃત્ય કાર્યક્રમમાં બાબુભાઇ ઘોડાસરા, (ચેરમેન બિન અનામત આયોગ), વલ્લભભાઇ વડારીયા (હાઇબોંડ સીમેન્ટ), નાથાભાઇ કાઅલરીયા (શન ફોર્જ), શીવલાલ આદ્રોજા, (એંજલ પંપ), કાંતીભાઇ માકડીયા, કનેબ્યુલા સર્જી.) મહેન્દ્રભાઇ ફળદુ (એમ.ડી. યુવી કલબ), ગૌતમભાઇ ધમસાણીયા, ધરમશીભાઇ સીતાપરા, કાંતીભાઇ ઘેટીયા, પ્રફુલભાઇ કાથરોટીયા, જયાબેન કાલરીયા, જોલીબેન ફળદુ, કીરણબેન માકડીયા, જે. એમ. પનારા, ડો. વિ. એન. પટેલ, જમનભાઇ ડેકોરાની ઉપસ્થિતિમાં યોજાયો હતો. સંસ્થાના મુકેશભાઇ મેરજા, ચેરમેન, નાથાભાઇ કાલરીયા ચેરમેન (એ.સી.), શ્રીમતી ગિતાબેન પટેલ, પ્રમુખ, શ્રીમતી વિભાબેન પટેલ, મહામંત્રી, દિપકભાઇ મોરી, મનિષભાઇ વડારીયા, પિયુષભાઇ પટેલ, મયુર મેરજા, રાજેશ્વરીબેન શાહ, ડાયરેકટર, યોતીબેન ટીલવા, ઉપ પ્રમુખ, સીતલ દેકીવાડીયા, નિયામક, વર્ષાબેન મોરી, કન્વીનર, પારૂલ જોબનપુત્રા, પ્રોજેકટ મેનેજર, ભાવના માકડીયા, મંત્રી, દર્સના પટેલ, ખજાનચી એ આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. સંસ્થાની વધુ માહીતી કે દાન આપવા માટે મુકેશભાઇ મેરજા ૯૪ર૬૭ ૩૭ર૭૩, ગીતાબેન પટેલ, ૯૪ર૯૧ ૬૬૭૬૬, માનવ કલ્યાણ મંડળ ગુજરાત-૪, ગંગા જમુના સરસ્વતી ટાવર, યુનિ.રોડ ખાતે સંપર્ક કરી શકાય છે.

(4:28 pm IST)