Gujarati News

Gujarati News

News of Wednesday, 26th September 2018

નવરાત્રિ પૂર્વે શહેરમાં ડામર રોડ અને પેવરકામ શરૂ કરોઃ ગરબી ચોકમાં ડામર પાથરોઃ ઇજનેરોને મનીષ રાડિયાનો આદેશ

સંબંધીત અધિકારીઓની મીટીંગમાં બાંધકામ સમિતિના ચેરમેને કર્યુ આગોતરુ આયોજન

રાજકોટ, તા.૨૬: દર વર્ષ નવરાત્રી દરમ્યાન રસ્તાઓ ઉપર ડામર-પેવરકામ કરાવવાં ઉગ્ર લોક માંગ ઉઠયાબાદ તંત્રવાહકો જાગે છે અને રસ્તાના ગાબડા પૂરે છે પરંતુ આ વર્ષ બાંધકામ સમીતીના ચેરમેન મનીષભાઇ રાડિયાએ આ મામલે આગોતરૂ આયોજન કરી અને નવરાત્રિ અગાઉ શહેરમાં ડામર રોડ અને પેવર કામ શરૂ કરી દેવા તથા ગરબી ચોકમાં ડામર પાથરવાં ઇજનેરોને તાકિદ કરી છે.

આ અંગે મનીષભાઇ રાડિયાની યાદીમાં જણાવ્યા મુજબ

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ચાલુ સાલનું ચોમાસું પૂર્ણ થતા દિવાળી પહેલા રસ્તા કામો હાથ ધરવામાં આવનાર છે ત્યારે વેસ્ટ ઝોન વિસ્તારના વોર્ડના રસ્તા કામો હાથ ધરવામાં આવે છે. આ કામને તાત્કાલિક પૂર્ણ કરવા બાંધકામ સમિતિના ચેરમેન મનીષભાઈ રાડીયાએ સંબંધક સિટી એન્જીશ્રી સાથે મીટિંગ રાખેલ.

જેમાં, વોર્ડ નં.૧માં ૮૬ લાખ, વોર્ડ નં.૮માં ૨૦૦ લાખ, વોર્ડ નં.૯માં ૧૦૦ લાખ, વોર્ડ નં.૧૦માં ૬૨ લાખ, વોર્ડ નં.૧૧માં ૧૫૦ લાખ, વોર્ડ નં.૧૨માં ૧૪૦ લાખ આમ કુલ અંદાજીત રૂપિયા ૭૫૦ લાખના ખર્ચે પેવર એકશન પ્લાન હેઠળ કામગીરી ચાલુ છે જે અંદાજીત ૮૦%જેટલી કામગીરી પૂર્ણ થયેલ છે.

આ અંગે માહિતી આપતા તેઓશ્રી જણાવે છે કે, વધુમાં હાલ ચોમાસાની ઋતુ પૂર્ણ થતા, નવરાત્રી અને દિવાળી જેવા મોટા પર્વો નજીકના દિવસોમાં આવતા હોવાથી ઉપરોકત તમામ વોર્ડના નાયબ કાર્યપાલક ઈજનેરોને દરેક વિસ્તારની સ્થળ મુલાકાત લઇ રસ્તામાં પેવર કામ, ડામર રીકાર્પેટ, મેટલીંગ કામ તથા પેચ વર્ક વહેલી તકે પૂર્ણ કરવા સુચના આપવામાં આવેલ છે.

(4:20 pm IST)