Gujarati News

Gujarati News

News of Wednesday, 26th September 2018

નગરપાલિકાઓ નવી ટેકનોલોજીથી સજજ કરાશેઃ ધનસુખ ભંડેરી

અમદાવાદ અને ગાંધીનગર ઝોનની મળી ગયેલ રીવ્યુ બેઠકઃ પદાધિકારી-અધિકારીઓને માર્ગદર્શન

રાજકોટઃ ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરીએ એક યાદીમાં જણાવાયું કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર તથા અન્ય રાજયોમાં ભાજપા સરકાર દ્વારા સર્વાગી વિકાસ હાથ ધરવામાં આવી રહ્યો છે. અને દેશના મહાનગરો મેગાસીટી અને સ્માર્ટસીટી બની રહ્યા છે ત્યારે આ હરણફાળ વિકાસની દોટમાં ગુજરાતના મહાનગરોની સાથે નગરપાલિકાઓના પણ વિકાસ થાય અને  અવનવી ટેકનોલોજીથી સજજ બને તે માટે રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલના નેતૃત્વવાળી ભાજપા સરકાર નિર્ણાયક, સંવેદનશીલ,  પારદર્શક અને પ્રગતીશીલના ચાર આધાર સ્તંભો પર કાર્યરત છે. ગુજરાત મ્યુનીસીપલ ફાઇનાન્સ બોર્ડ દ્વારા સ્વર્ણીમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ગુજરાત મ્યુનીસીપલ ફાઇનાન્સ બોર્ડ દ્વારા રાજયની ૧૬૨ નગરપાલિકા તથા ૮ મહાનગરપાલિકાઓને રોડ, રસ્તા, લાઇટ, ગટર, પાણી ઉપરાંત બગીચાઓના વિકાસ કાર્યોની સાથોસાથ લોકોને સુખાકારી જળવાય તેવા હેતુથી પ્રાથમિક સુવિધાઓની સાથોસાથ માળખાકિય અને આંતરમાળખાકિય સુવિધાઓ માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવે છે. ત્યારે અમદાવાદ અને ગાંધીનગર ખાતે તબકકાવાર સેમીનાર યોજાયો હતો. જેમાં અમદાવાદ ઝોનની અમદાવાદ જિલ્લાની સમાવિષ્ઠ નગરપાલિકા વિરમગામ, ધંધુકા, સાણંદ, ધોળકા, બાવળા, બારેજા, બોપલ-ધુમા, ખેડા જિલ્લાની નડીયાદ, કપડવંજ, મહેમદાવાદ, ચકલાસી, ખેડા, ડાકોર, કઠલાલ, મહુવા, કણજરી, ઠાસરા નગરપાલિકા, સુરેન્દ્રનગર જિલ્લા સુરેન્દ્રનગર, ધ્રાંગધ્રા, વઢવાણ, લીંબડી, થાનગઢ, ચોટીલા, પાટડી કારોબારી ચેરમેન, ચીફ ઓફીસર, એન્જીનીયર, સેનેટરી ઇન્સપેકટર સહીતના સાથે બહોળી  સંઘ્યામાં આ સેમીનારમાં ઉપસ્થિત રહ્યા હતા. પ્રથમ ઝોન બેઠક અમદાવાદ ખાતે આઇ.આઇ.એમ ના હોલમાં અને બીજી ગાંધીનગર ઝોન બેઠક અમદાવાદ ખાતે આઇ.આઇ. એમ ના હોલમાં અને બીજી ગાંધીનગર ઝોનની બેઠક ફોરેન્સીક સાયન્સ સીટી કોમ્યુનીટી હોલમાં યોજાઇ હતી. જેનો પ્રારંભ ગુજરાત મ્યુ. ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરીએ કરાવ્યો હતો. જેમાં ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન કારોબારી અધિકારી બી.સી. પટણી, અમદાવાદ પ્રાદેશીક કચેરીના કમિશનર નેના, તેમજ ગાંધીનગર પ્રાદેશીક કચેરીના કમિશનર ગુપ્તા સહીતના સાથે અધિક કલેકટર તેમજ આઇ.એ.એસ. ઓફીસરો ઉપસ્થિત રહી ગ્રાન્ટનો ઉપયોગ થાય તે માટે આસ કરી સ્વર્ણીમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના, જનભાગીદારી યોજના, આગવી ઓળખના કામો, આનુસાંગિક ગ્રાન્ટ તેમજ નગરપાલિકાઓમાં ભુગર્ભ ગટરના કામો અંગે રીવ્યું બેઠક લીધી હતી. અને ભુગર્ભ ગટરના કામો સાથોસાથ સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને સ્વચ્છ ભારત મિશન તેમજ કેન્દ્ર સરકારની ગ્રાન્ટમાંથી અમૃત સીટી યોજના અમલમાં આવી છે. તે અંગે વિસ્તૃત માહિતી આપી હતી. આ તકે ઉપસ્થિત નગરપાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓને વધુ માહિતી આપતા ધનસુખ ભંડેરી(મો.૯૯૦૯૦૩૧૩૧૧)એ જણાવ્યું હતું કે ગુજરાત મ્યુનીસીપલ ફાઇનાન્સ બોર્ડના માધ્યમથી નગરપાલિકાઓના વિકાસ માટે નાણાપંચ દ્વારા માતબર રકમમાં ગ્રાન્ટ ફાળવી રાજય સરકારે સ્વર્ણીમ સિધ્ધીઓ હાંસલ કરવાનો પ્રયાસ કરેલ છે ત્યારે નગરપાલિકાઓના વિકાસકામો ઝડપથી પુર્ણ થાય તેની જવાબદારી જનપ્રતિનિધિ તરીકે આપણી સૌની બને છે. તેમજ રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વવાળી ભાજપા સરકારના માધ્યમથી ગુજરાત મ્યુનીસીપલ ફાઇનાન્સ બોર્ડ દ્વારા નગરપાલિકાઓને સમયાંતરે ગ્રાન્ટની ફાળવણી કરી લઘુમત સાધનોનો મહતમ ઉપયોગ થાય અને નાગરીકોના આરોગ્ય પરિવહન, જાહેર સફાઇ, પાણી પુરવઠો, ગટર વ્યવસ્થા જેવી બાબતોને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. ત્યારે ગુજરાતની નગરપાલિકાઓને સમૃધ્ધ બનાવી ગુજરાતની વિકાસ યાત્રા આગળ ધપાવવાની ભાજપ સરકારની નેમ છે.

(4:19 pm IST)