Gujarati News

Gujarati News

News of Wednesday, 26th September 2018

પં. દીનદયાળ ઉપાધ્યાયજીને રાજુભાઇ ધ્રુવ દ્વારા ભાવાંજલી

રાજકોટઃ પ્રખર દેશભકત અને ભારતીય જનતાપક્ષ (જનસંઘ)ના સ્થાપક પં. દીનદયાળ ઉપાધ્યાયજીની ૧૦રમી જન્મ જયંતિ પ્રસંગે ભાજપ પ્રવકતા અને ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના પૂર્વ ઉપાધ્યક્ષ અને સંસ્થાના અગ્રણી રાજુભાઇ ધ્રુવે અત્રે સીવીલ હોસ્પીટલના પટાંગણમાં પં. દીનદયાળ ઉપાધ્યાયજીની પ્રતિમાને પુષ્પહાર દ્વારા ભાવાંજલી અર્પી હતી. શ્રી પં. દીનદયાળ ઉપાધ્યાય એકાત્મતા ફાઉન્ડેશન દ્વારા આ ભાવાંજલિ અર્પવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સંસ્થાના સભ્યો સર્વશ્રી મિતેશભાઇ શાહ, ભાસ્કરભાઇ ત્રિવેદી, અરવિંદભાઇ જોશી, ભીખુભાઇ બાબરીયા, સંજય લોટીયા, તેજસ ગોરસિયા કિરીટભાઇ રાણપરા, નયન રાણપરા, વિશાલ હાંડા, વોરા વિરાજ, વૈભવ પટેલ, હિતેશભાઇ વડોદરિયા, મનીષ ઠાકર, નિરવ આસીયા, સિધ્ધાર્થ ગોરસીયા, સાગર સોનારા, તરંગ ગગલાણી, હાર્દિક દોશી, હર્ષ પાટડીયા, દર્શિત આડેસરા, આનંદ પાટડીયા, રજત પાટડીયા, અશોકભાઇ વૈષ્ણવ, ધીરેનભાઇ વ્યાસ, શંભુભાઇ ખોખર, લલિત ગોરધનભાઇ, હરેશ ચારોલા, નિશ્ચલભાઇ સંઘવી અને અન્યો ઉપસ્થિત રહીને પુષ્પાંજલી અર્પણ કરી હતી.

(4:15 pm IST)