Gujarati News

Gujarati News

News of Wednesday, 26th September 2018

મિલપરાના ખાંટ મહિલા કુસુમબેન વાગડીયાનું બેભાન હાલતમાં મોત

રાજકોટ તા. ૨૬: મિલપરામાં રાજદિપ એપાર્ટમેન્ટ બ્લોક નં. ૧૦૩માં રહેતાં ખાંટ રજપૂત કુસુમબેન યોગેશભાઇ વાગડીયા (ઉ.૪૪) ચારેક માસથી બિમાર હોઇ પ્રથમ ખાનગી હોસ્પિટલમાં અને ત્યાંથી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. અહિ રાત્રીના દમ તોડી દેતાં સ્વજનોમાં શોક છવાઇ ગયો હતો. હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલા અને રાજદિપસિંહે ભકિતનગરમાં જાણ કરતાં જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી. મૃત્યુ પામનાર કુસુમબેનને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. પતિ પ્રાઇવેટ નોકરી કરે છે. પોલીસે એડી નોંધી હતી.

(12:01 pm IST)