Gujarati News

Gujarati News

News of Monday, 26th August 2019

નવાગામમાં ચકલા-પોપટના ચિત્રો પર જુગાર રમતા બે શખ્‍સો પકડાયા

રાજકોટ : શહેરના કુવાડવા રોડ પોલીસ મથકના પીઆઇ અેમ.આર. પરમારના માર્ગદર્શન હેઠળ પીઅેસઆઇ અેમ.કે. ઝાલા તથા હેડકોન્‍સ. હેરરાજસિંહ પરમાર, દેવુભા, મનીષભાઇ, અજીતભાઇ, બુટાભાઇ સહિતે બાતમીના આધારે નવાગામ બસ સ્‍ટોપ પાસે દરોડો પાડી ચકલા પોપટના ચીત્રો પર જુગાર રમતા સંજય રામભાઇ શીયાળ (ઉ.વ.રપ) અને આરીફ ઉમરાભાઇ દલ (ઉ.વ.૩ર)ને પકડી લીધા હતા. જયારે અશોક અને વિશાલ ઝાપડાની શોધખોળ હાથ ધરી છે.

 

(7:26 pm IST)