Gujarati News

Gujarati News

News of Monday, 26th August 2019

મોરબી રોડ પરથી છરી અને ધોકા સાથે ચાર શખ્‍સો પકડાયા

રાજકોટ : બી-ડીવીઝન પોલીસે દેવશી ભરતભાઇ દાદુકીયા (ઉ.વ.ર૩) (રહે. જમના પાર્ક-૧૧ મોરબી રોડ) ને મોરબી રોડ સેટેલાઇટ ચોક પાસેથી ધોકા સાથે અને જકાતનાકા પાસેથી જતીન મગનભાઇ ગોહેલ (ઉ.વ.રર) (રહે. મોરબી રોડ શકિત સોસાયટીને ધોકા સાથે પકડી લીધો હતો. જયારે સેટેલાઇટ ચોક પાસેથી અમીત વિનોદભાઇ અકબરી (ઉ.વ.ર૧) (રહે. મોરબી રોડ જમના પાર્ક) ને છરી સાથે અને જકાતનાકા પાસેથી પ્રકાશ જગદીશ પરમાર (ઉ.વ.ર૪) (રહે.મોરબી રોડ ઉત્‍સવ સોસાયટી-પ)ને છરી સાથે પકડી લઇ કાર્યવાહી કરી હતી.

(7:26 pm IST)