Gujarati News

Gujarati News

News of Monday, 26th August 2019

રૈયાધારમાં પૈસા મામલે ડખ્‍ખોઃ યશ ડાભીને મહેબૂબ સહિતનાએ ધોકાવી તેના મિત્ર ટાલાને ખૂનની ધમકી દીધી

રાજકોટઃ રૈયાધાર મફતીયાપરામાં દશામાના મંદિર પાસે રહેતાં યશ પરેશભાઇ ડાભી (રાવળદેવ) (ઉ.૧૮)ને તે ઘર નજીક રવેચી હોટલ પાસે હતો ત્‍યારે મહેબુબ તરકબાન, અકરમ તરકબાન અને ઇરફાન ઉર્ફ સિંકદરે મનિષ બીજલભાઇના ઘરની પાછળ લઇ જઇ તારા મિત્ર ટાલાને બોલાવ મારે પૈસાની જરૂર છે તેમ કહી ફોન કરાવ્‍યા બાદ ટાલો આવે એટલે ટાંટીયા ભાંગી નાંખવા છે તેમ કહી ધમકી આપી હતી. જો કે ટાલો ન આવતાં અને તેણે પોલીસ કન્‍ટ્રોલ રૂમમાં ફોન કરતાં પોલીસની ગાડી આવી જતાં મહેબૂબ સહિતના ત્રણેય ભાગી ગયા હતાં. યશ પોલીસ સ્‍ટેશને ફરિયાદ કરવા જતાં પાછળથી તેના ભાઇ પિયુષ અને બાપુજી પરેશભાઇ તથા લાલજીભાઇ અને ધર્મેશ એમ ચારેયએ પોલીસ મથકે આવી જાણ કરી હતી કે પોતે ચારેય રવેચી હોટેલ પાસે હતાં ત્‍યારે મહેબૂબ સહિતે ઝપાઝપી કરી રાહુલને મારી નાંખવાની ધમકી આપી હતી. યુનિવર્સિટીના એએસઆઇ એસ.એન. ગામેતીએ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

ઉલ્લેખનિય છે કે ગત સાંજે ઇરફાન અબ્‍દુલભાઇ ઘાંચી (ઉ.૩૨-રહે. રૈયા)એ પિયુષ રાવળદેવ, લાલો, ધમો અને પિયુષના બાપુજી સામે ફરિયાદ કરી હતી. ઇરફાન દૂધ લેવા નીકળ્‍યો ત્‍યારે ચારેયએ અગાઉના ઝઘડાનો ખાર રાખી ઝઘડો કરી ધોકો મારી ઢીકા-પાટુનો માર માર્યો હતો. આ મામલે પણ ફરિયાદ નોંધાઇ હતી. 

(11:38 am IST)